Not Set/ ભરૂચ: દારૂની મહેફિલ ઉપર પોલીસનો દરોડો,બુટલેગરના છોકરાએ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું: સૂત્ર

ભરૂચ, 31 ડિસેમ્બર પહેલા રાજ્યમાંથી વધુ એક દારૂની મહેફિલ ઝડપાઇ છે. મોડી રાત્રે ભરૂચના કુકરવાડામાંથી આ દારૂની મહેફિલ ઝડપાઇ છે. દારૂની મહેફિલ જામી હતી તે દરમિયાન પોલીસે રેડ કરી હતી અને 25 થી વધુ ટુ વ્હીલર સાથે 40 થી 50 લોકોની અટકાયત કરી હતી. આ તમામ લોકોને પોલીસ ભવન લઇ જવામાં આવ્યા છે અને ગુનો […]

Top Stories Gujarat Others Videos
mantavyamantavyanews 1 ભરૂચ: દારૂની મહેફિલ ઉપર પોલીસનો દરોડો,બુટલેગરના છોકરાએ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું: સૂત્ર

ભરૂચ,

31 ડિસેમ્બર પહેલા રાજ્યમાંથી વધુ એક દારૂની મહેફિલ ઝડપાઇ છે. મોડી રાત્રે ભરૂચના કુકરવાડામાંથી આ દારૂની મહેફિલ ઝડપાઇ છે.

દારૂની મહેફિલ જામી હતી તે દરમિયાન પોલીસે રેડ કરી હતી અને 25 થી વધુ ટુ વ્હીલર સાથે 40 થી 50 લોકોની અટકાયત કરી હતી. આ તમામ લોકોને પોલીસ ભવન લઇ જવામાં આવ્યા છે અને ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મહેફિલનું આયોજન ભરૂચના બુટલેગરના છોકરાએ કર્યુ હોવાની સૂત્રો તરફથી જાણવા મળેલ છે. ખાસ વાત તો એ છે કે આ મહેફિલ બાબતે પોલીસે કોઇ પણ પ્રકારની માહિતી આપવાનું નકારી રહી છે. જેથી લાગી રહ્યું છે કે પોલીસ મહેફિલ માણતા લોકોને છાવરી રહી છે.