મોરબીના ગુંગણ ગામે પાંચ વ્યક્તિઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. દિવસેને દિવસે અસામાજિક તત્વોના આતંકથી કંટાળીના આ પાંચ લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. અને લેખીતમાં જિલ્લા કલેક્ટર અને એસિપિને રજૂઆત કરી હતી.
જમીન સરકાર દ્વારા સાંથણીમાં મળેલી જમીન પર માથાભારે તત્વોએ કબજો લઇને લોકોને ધમકીઓ આપતા હોય છે આથી ડરી ગયેલા તેમજ કંટાળી ગયેલા પાંચ લોકોએ કલેકટર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી આપતા કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પાંચ માંથી બે વ્યક્તિઓએ જલદ પદાર્થ સાથે કલેક્ટર કચેરીએ પહોંચતા પોલીસની ટીમે બંનેને પકડી લઇ આત્મવિલોપનના પ્રયાસ ને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યાર બાદ પોલીસે બંનેની અટકાયત કરી હતી..