Not Set/ લડત આપી અનેક મહિલાઓને નવજીવન આપનારી મહિલા

આપણા દેશમાં આજે પણ ઘણી એવી માન્યતાઓ છે, જેના કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ચૂડેલ પ્રથા અને મેલીવિદ્યા જેવી બાબતોનો સમાવેશ થાય છે, જેનો શિકાર નિર્દોષ મહિલાઓએ બનવું પડે છે

Mantavya Exclusive Trending Lifestyle
biru લડત આપી અનેક મહિલાઓને નવજીવન આપનારી મહિલા

આપણા દેશમાં આજે પણ ઘણી એવી માન્યતાઓ છે, જેના કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ચૂડેલ પ્રથા અને મેલીવિદ્યા જેવી બાબતોનો સમાવેશ થાય છે, જેનો શિકાર નિર્દોષ મહિલાઓએ બનવું પડે છે. પરંતુ ઘણી સમાજસેવી મહિલાઓ છે જેઓ આ દુષણો સામે લડી રહી છે. આમાંનું એક નામ છે બિરુબાલા રાભા, જેમને તેમના કાર્યોને કારણે વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

બિરુબાલા રાભા સમાજ સુધારક તરીકે કામ કરે છે અને મેલીવિદ્યા અથવા મેલીવિદ્યાનો ભોગ બનેલી મહિલાઓના અધિકારો માટે લડત આપે છે. બિરુબાલા રાભા એવી મહિલાઓ સામે લડે છે અને ઝુંબેશ ચલાવે છે જેઓને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. ઉપરાંત તેમના પરિવારના સભ્યો અથવા સમાજના લોકો દ્વારા તેમને ચૂડેલ, ડાકણ કહીને મારવામાં આવે છે.

દલિત મહિલાઓના અધિકારો માટે લડે છે બિરુબાલા..

mission birubala લડત આપી અનેક મહિલાઓને નવજીવન આપનારી મહિલા

બિરુબાલા રાભા એક સામાજિક કાર્યકર છે અને દલિત મહિલાઓના અધિકારો માટે લડે છે. તે મિશન બિરુબાલા નામની સંસ્થા પણ ચલાવે છે, જ્યાંથી મહિલાઓને હેરાન કરનારાઓ સામે જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવે છે. ભારત સરકારે બિરુબાલા રાભાને તેમની હિંમત અને કાર્યને જોઈને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.

બિરુબાલા રાભાએ વિરોધ કર્યો..

bi લડત આપી અનેક મહિલાઓને નવજીવન આપનારી મહિલા

જ્યારે બિરુબાલા રાભા માત્ર 6 વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું.  પિતાના ગયા પછી, બિરુબાલાએ તેનું શાળાકીય શિક્ષણ અધવચ્ચે જ છોડી દેવું પડ્યું અને તેની માતા સાથે ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ 15 વર્ષના થયા ત્યારે બિરુબાલાની માતાએ તેમના લગ્ન એક ખેડૂત સાથે કર્યા. લગ્ન પછી બીરુબાલાએ કપડાં વણવાનું શરૂ કર્યું અને પોતાના ત્રણ બાળકોની સંભાળ લીધી. 1980 માં  તેમના મોટા પુત્રને ટાઇફોઇડ થયો, બિરુબાલા તેમના બાળકને સારવાર માટે નજીકના એક વૈદ્ય પાસે લઇ ગયા. પરંતુ અહીં તેમને કહેવામાં આવ્યું કે તેમનો પુત્ર જીવી શકશે નહીં. જોકે, બીરૂબાલાના પ્રયાસોને કારણે તેમનો પુત્ર બચી ગયો હતો. ત્યારથી, બિરુબાલા રાભાએ નક્કી કર્યું છે કે તે આવી ખોટી વ્યક્તિઓ સામે અવાજ ઉઠાવશે. જે લોકોને મુર્ખ બનાવે છે. અને ગેરમાર્ગે દોરે છે. મેલીવિદ્યા જેવા ખોટા કામ કરીને લોકોને અંધશ્રદ્ધાના માર્ગે લઇ જાય છે.  આ ઉપરાંત બીરુબાલાએ એ પણ જોયું કે ઘણા ગામડાઓમાં મહિલાઓને ડાકણ અથવા ચૂડેલ કહીને તેમની હત્યા કરવામાં આવે છે. ઘણી એવી મહિલાઓ પણ છે જેમની સાથે પરિવારના સભ્યો મારપીટ કરે છે અને મહિલાઓ તેમની સામે અવાજ ઉઠાવવામાં અસમર્થ છે.

મિશન બિરુબાલા’

bi1 લડત આપી અનેક મહિલાઓને નવજીવન આપનારી મહિલા

આ રીતે થતા ખોટા કાર્ય જોઇને બિરુબાલા રાભાએ તેના ઇરાદાની પુષ્ટિ કરી અને કેટલીક મહિલાઓ સાથે એક જૂથ બનાવ્યું. આ ગ્રુપનું કામ મહિલાઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું છે. તેમને એક સંસ્થા પણ સ્થાપી જેનું નામ  ‘મિશન બિરુબાલા’ છે. આ સંસ્થા શાળાઓમાં જાય છે અને પછી બાળકોને મેલીવિદ્યાની પ્રથા વિશે માહિતગાર કરે છે. આ સાથે તેઓ આ બાળકોને ખોટા હકીમ-વૈધથી અને મેલીવિદ્યાથી બચવા માટે પણ જાગૃત કરે છે.

પદ્મશ્રી પુરસ્કાર..

biru padmsri લડત આપી અનેક મહિલાઓને નવજીવન આપનારી મહિલા

બિરુબાલા રાભાએ તેમના અભિયાન મિશન બિરુબાલા હેઠળ લગભગ 42 મહિલાઓના જીવ બચાવ્યા છે. આ કામ માટે આસામ વિધાનસભા દ્વારા ડાકણ હત્યા પ્રતિબંધ બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે બીરુબાલાને વર્ષ 2018માં વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. મહિલાઓના અધિકારો માટે લડનાર બિરુબાલા રાભાને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી છે.