Not Set/ રાહુલ ગાંધી સહિત વિપક્ષે ગૃહ રાજ્ય મંત્રીના રાજીનામાંની કરી માંગ

પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ રાજીનામું આપવું પડશે અને જેલમાં પણ જવું પડશે.

Top Stories India
RAHUL GHANDHI 2 રાહુલ ગાંધી સહિત વિપક્ષે ગૃહ રાજ્ય મંત્રીના રાજીનામાંની કરી માંગ

લખીમપુર ખીરી હિંસા કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી અરજી પર લોકસભા સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ રાજીનામું આપવું પડશે અને જેલમાં પણ જવું પડશે. તેમણે કહ્યું કે એક તરફ વડાપ્રધાન ખેડૂતોની માફી માંગે છે અને બીજી તરફ  હત્યા  મંત્રીને બચાવી રહ્યા છે.

લખીમપુર-ખીરી હિંસા કેસ સાથે સંબંધિત SITની અરજી પર લોકસભામાં વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી એક વખત સ્થગિત કર્યા બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ લખીમપુર-ખીરી મુદ્દે લોકસભામાં સ્થગિત નોટિસ આપી હતી. આ નોટિસમાં તેમણે ગૃહમાં નિર્ધારિત કામકાજ સ્થગિત કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે SIT રિપોર્ટ અંગે ગૃહમાં ચર્ચા થવી જોઈએ.

વડાપ્રધાનના કેબિનેટમાં મંત્રી તરીકે અજ્ય મિશ્રા સામેલ છે,એક તરફ વડાપ્રધાન ખેડૂતોની માફી માંગે છે અને બીજી તરફ ખેડૂતોના પરિવારને વળતર પણ આપતાં નથી.લખીમપુર ખીરી હત્યાકાંડમં સામેલ મંત્રીને પદ પરથી દૂર કરવા માટે વિપક્ષના નેતાઓએ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીમાં કુલ 9 લોકોના મોત થયા હતા.