શ્રીલંકામાં ભારે વરસાદ બાદ આવેલ પૂરના લીધે ૪૫ હજારથી વધારે લોકોને આ પૂરથી અસર થઇ છે. ઉત્તર રાજ્યમાં જોકે આ પૂરના લીધે કોઈની મરવાની કે લાપતા થયા હોવાના સમાચાર નથી મળ્યા.
રવિવારે આફત પ્રબંધ વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ પૂરના લીધે સૌથી વધારે જાફના, મુલ્લાઈથીવું, કીલીનોક્ચી, મન્નાર અને વાવુંનીયા જીલ્લામાં થઇ છે.
શનિવારે રાત્રે આ જીલ્લામાં કેટલાક ભાગમાં ૨૫૦ મીલીમીટરથી પણ વધારે વરસાદ થયો હતો જે પૂર આવવાનું કારણ બન્યું હતું.
સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે આશરે ૮૫૦૦ લોકોએ ૫૨ શિબિરમાં આશરો લીધો છે. રેસ્ક્યુ ટીમ પીડિતોને બચાવી રહી છે.
નેવી અને સેનાના જવાનો પણ રાહત કામગીરીમાં લાગી ગયા છે.