Not Set/ SC/ST એક્ટના વિરોધમાં સવર્ણોની મહા-રેલી, શહેરોમા લાગી કલમ 144

મોદી સરકાર દ્વારા  SC/ST એક્ટ માં સંશોધન કરીને મૂળ રૂપે પુનઃ સ્થાપિત કરવાનો મામલો ગરમી પકડી રહ્યો છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર માં સવર્ણ જાતિના એક ડઝન સંગઠન એસસી/એસટી એક્ટ વિરુદ્ધ મંગળવારે રેલી કરી રહ્યા છે. 6 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાં એસસી/એસટી એક્ટ વિરુદ્ધ સામાન્ય, પછાત તેમજ અલ્પસંખ્યક વર્ગ અધિકારી સંસ્થા દ્વારા […]

Top Stories India
1536036901 india protest SC/ST એક્ટના વિરોધમાં સવર્ણોની મહા-રેલી, શહેરોમા લાગી કલમ 144

મોદી સરકાર દ્વારા  SC/ST એક્ટ માં સંશોધન કરીને મૂળ રૂપે પુનઃ સ્થાપિત કરવાનો મામલો ગરમી પકડી રહ્યો છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર માં સવર્ણ જાતિના એક ડઝન સંગઠન એસસી/એસટી એક્ટ વિરુદ્ધ મંગળવારે રેલી કરી રહ્યા છે. 6 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે.

મધ્ય પ્રદેશમાં એસસી/એસટી એક્ટ વિરુદ્ધ સામાન્ય, પછાત તેમજ અલ્પસંખ્યક વર્ગ અધિકારી સંસ્થા દ્વારા શરુ કરવામાં આવેલું આંદોલન પુરા રાજયમાં ફેલાઈ રહ્યું છે.

Madhya Pradesh Large rally of upper caste on 4th September against SC ST Act e1536059884608 SC/ST એક્ટના વિરોધમાં સવર્ણોની મહા-રેલી, શહેરોમા લાગી કલમ 144

SC/ST એક્ટ વિરુદ્ધ આજે બોલાવવામાં આવેલી આ રેલીને ધ્યાનમાં રાખતા પ્રશાસન સતર્ક છે. પ્રશાસનને ડર છે કે રેલીના વિરોધમાં દલિત સમુદાયના યુવાનો પણ પ્રદર્શન કરી શકે છે. અને હિંસા ભડકી શકે છે.

એસસી/એસટી એક્ટના વિરોધમાં ગ્વાલિયરના ફૂલબાગ મેદાનમાં ક્ષત્રિય મહાસભા, ગુર્જર મહાસભા અને પરશુરામ સેના દ્વારા સ્વાભિમાન સમ્મેલન રેલી છે. SC/ST એક્ટના વિરોધમાં સવર્ણ સમુદાયના આ આંદોલનના ચાલતા શિવપુરીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જે 6 સપ્ટેમ્બર સુધી રહેશે.

reservation PTI e1494295976624 1 e1536059906110 SC/ST એક્ટના વિરોધમાં સવર્ણોની મહા-રેલી, શહેરોમા લાગી કલમ 144

જણાવી દઈએ કે SC/ST એક્ટ પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ફેંસલા વિરુદ્ધ દલિત સંગઠનોએ 2 એપ્રિલે ભારત બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન સૌથી વધારે હિંસા ગ્વાલિયર અને ચંબલ વિભાગમાં થઇ હતી. હવે સવર્ણ સમુદાયના લોકો પણ એકજુથ થઇ રહ્યા છે.

મધ્ય પ્રદેશમાં કેન્દ્રીય મંત્રીઓથી લઈને પ્રદેશના મોટા નેતાઓના ઘેરાવ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પથરાવનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે ગ્વાલિયરમાં SC/ST એક્ટના વિરોધમાં રેલી બોલાવવામાં આવી છે. અને 6 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.