AMTS-BRTS/ AMTS અને BRTS માટે એક ટિકિટ અમલી બનાવવા તંત્રનું આયોજન

આગામી એક વર્ષમાં AMTS અને BRTS માટે એક જ ટિકિટ અમલી બનાવવાનું તંત્રનું આયોજન છે. આ માટે AMTS અને BRTSના રૂટ પર સરવે પણ શરૂ કરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

આગામી એક વર્ષમાં AMTS અને BRTS માટે એક જ ટિકિટ અમલી બનાવવાનું તંત્રનું આયોજન છે. આ માટે AMTS અને BRTSના રૂટ પર સરવે પણ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં BRTS ના રૂટ પર ચાલતી AMTSની બસોની યાદી મંગાવવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોને બંને પ્રકારની બસોમાં બેસવા માટે અલગ-અલગ નહી એક જ ટિકિટ લેવી પડે તે માટેનું આયોજન પણ તૈયાર કરવામાં આવશે. જો કે નજીકના ભવિષ્યમાં આનું કોઈ આયોજન નથી, પરંતુ એએમસી આગામી વર્ષમાં એકશન પ્લાન બનાવી શકે છે.
શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટને આગામી એક વર્ષમાં ચાર તબક્કામાં ઈન્ટિગ્રેટ કરી દેવાની વાત ચાલી રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં AMTS અને BRTSનું ભાડું સરખું કરાશે, બીજા તબક્કામાં બને બસ સર્વિસમાં એક જ ટિકિટમાં મુસાફરી કરી શકાશે, ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશન કરાશે અને ચોથા તબક્કામાં જરૂર હોય તે રૂટમાં બસ શરૂ કરાશે. આવનારા સમયમાં મેટ્રો સાથે પણ વિચારણા કરવામાં આવશે તેવું AMC દ્વારા જણાવ્યું છે.

બંનેમાં એક જ ટિકીટ અને એક સરખા ભાડામાં થઈ શકશે મુસાફરી
પહેલા તબક્કામાં એક જ ટિકિટ અને એક સરખા ભાડામાં મુસાફરી થાય તેના પર ધ્યાન અપાશે. બીજા તબક્કામાં બંને બસ સર્વિસની ટિકિટ એક કરવામાં આવશે. આના લીધે કોઈપણ મુસાફર એક જ ટિકિટ દ્વારા બંને બસ સર્વિસની કોઈપણ બસમાં મુસાફરી કરી શકશે. ત્રીજા તબક્કામાં રુટ રેશનલાઇઝેશન કરાશે. આ મુદ્દે બીઆરટીએસના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ કમિશ્નર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે હાલ અમદાવાદમાં બે પરિવહનની વ્યવસ્થામાં પ્રથમ તબક્કામાં બંને સંસ્થાઓના ભાડાં સરખા કરીને 5,10,15ના ગુણાંકમાં કર્યા છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ વધે એ માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સુધારવાના ભાગરૂપે AMTS અને BRTSના ભાડા સરખા કરવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં લોકો બન્ને વ્યવસ્થાનો લાભ એકસાથે લઈ શકે. આ ઉપરાંત ભવિષ્યમાં બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રોના રૂટ એકબીજા સાથે ઓવરલેપ ન થાય અને સારામાં સારી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ ST Bus Accident/રાજકોટઃ ગોંડલ પાંજરાપોળ પાસે એસટી બસે વૃદ્ધને લીધા હડફેટે

આ પણ વાંચોઃ કમર તોડતા રસ્તાઓ/બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

આ પણ વાંચોઃ કાળનો કોળિયો/વડોદરામાં મોઢું ધોવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો

આ પણ વાંચોઃ Ahmedabad/પંજાબના હેડમાસ્ટર્સની IIT અમદાવાદમાં ટ્રેનિંગ, જાણો સરકારના આ પગલા પાછળનું કારણ

આ પણ વાંચોઃ પ્રકૃતિ પ્રેમીઓ માટે અદભુત નજારો/વરસાદમાં સોળે કળાએ ખીલ્યો શંકર ધોધ, આસપાસ સ્વર્ગ જેવો માહોલ જોવા મળ્યો