ચોમાસાના વરસાદી માહોલમાં લોકો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં લોકો વધારે જવાનું પસંદ કરે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે સાપુતારા જેવી જ કુદરતી સૌંદર્યથી ભરપૂર વલસાડ જિલ્લાનું ના ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા શંકર ધોધ અને આસપાસ નો વિસ્તાર છે. આજે રજા ના આ મોસમમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો ધરમપુરના ડુંગરા ,ખીણ , વોટરફોલ અને આસપાસના જોવાલાયક સ્થળોએ ઊંમટી પડ્યા હતા.ડાંગ ના ગીરાધોધ બાદ શંકર ધોધ પણ પ્રવાસીઓ નું મનપસંદ ડેસ્ટિનેશન બની રહ્યું છે .તો આવો આપ પણ માણો આ અદભુત નજારો.

વલસાડ જિલ્લા ના ધરમપુર ના પહાડી વિસ્તારમાં અનેક નદી નાળા ઓ અને પર્વતોની હારમાળા સાથે વાદળછાયું વરસાદી માહોલ પ્રકૃતિ પ્રેમીઓના મન મોહે છે.ત્યારે આજે આ વરસાદના માહોલમાં આ પહાડી વિસ્તારમાં આવેલા શંકર ધોધ અને આસપાસના વિસ્તારની મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા. પહાડોથી ઘેરાયેલા શંકર ધોધ નું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ધરમપુર નો આશંકર ધોધ આ વિસ્તારના કુદરતી સૌંદર્ય અને આ ધોધ ની સુંદરતા લોકોના મન મોહી લે છે .આજે વાપી વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા હતા.

અહીંના કુદરતી વાતાવરણ ને માણવા લોકો દૂર દૂરથી અહીં પહોંચ્યા હતા. ત્યારે આ કુદરતી સૌંદર્ય થી ભરપૂર આ વિસ્તારમાં લોકો પરિવાર સાથે પિકનિક મનાવવા અને કુદરતના ખોળે થોડો સમય વિતાવવા પરિવાર સાથે પહોંચ્યા હતા. લોકો આ મસ્ત મોસમ માં સેલ્ફી લઈ ફોટા પડાવી અને આ વિસ્તારના કુદરતી સૌંદર્યને માણ્યું હતું .સાપુતારા જેવી જ કુદરતી સૌંદર્ય ધરાવતા વલસાડના ધરમપુર અને શંકર ધોધ સહિતના આસપાસ નો વિસ્તાર લોકોના મન મોહી લે છે.

અહીં આવતા પ્રવાસીઓ શંકર ધોધ નો નજારો ઉપરથી જ માણી શકે છે જોકે નીચે ખીણમાં જવા માટે ભયજનક ટ્રેકિંગ કરવું પડે છે અને નીચે શંકર ધોધ નો અદભુત નજારો માણવા માટે પ્રવાસીઓએ જોખમ ખેડવું પડે છે જોકે એકવાર શંકર ધોધ ને નજારો નીચેથી માણ્યા બાદ પ્રવાસીઓને શંકર ધોધ નો અસલી રુદ્ર મિજાજ જોવા મળે છે ત્યારે સરકાર નીચે જવા માટે પગથિયા ની વ્યવસ્થા કરે તેવી માંગ પ્રવાસીઓ કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે મોટેભાગે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જવાનું વધારે પસંદ કરે છે. આથી ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે. પરંતુ સાપુતારા જેવું જ વલસાડનું અંતરિયાળ ધરમપુર તાલુકા ના જંગલ વિસ્તાર અત્યાર સુધી પર્યટકોમાં અજાણ હતું. પરંતુ અહીં પણ સાપુતારા જેવી જ વિકાસની શક્યતાઓ અને કુદરતી સૌંદર્ય ધરાવતા શંકર ધોધ ને હવે સાપુતારા ની સમકક્ષ વિકસાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તો આ વિસ્તારની સંપૂર્ણ કાયક અલગ થઈ શકે છે.

વરસાદી માહોલ ને માણવા ગુજરાતીઓ અગાઉ સાપુતારા અને ગીરાધોધ તરફ પ્રયાણ કરતા હોય છે ,ત્યારે વિલસન હિલ પાસે આવેલ આ શંકર ધોધ હવે પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ એ આકર્ષી રહ્યું છે. અહીં ની આદિવાસી સંસ્કૃતિ ખાન-પાન અને લોકોની જીવન પદ્ધતિને નજીકથી નિહાળી ખુશી વ્યક્ત કરી શંકર ધોધ ની કુદરતી સૌંદર્યતા ના પેટ ભરીને વખાણ કર્યા હતા.અને સ્વર્ગ જેવો અહેસાસ વ્યક્ત કર્યો હતો.જોકે અહીં વધુ વિકાસ થાય તેવી પણ પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત
આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી
