Mahesana News/ કારચાલકની બેદરકારી, સોસાયટીમાં રમતી બાળકીને કચડી નાખી

સોસાયટીના રમતા બાળકો પણ હવે સલામત નથી. મહેસાણામાં સોસાયટીમાં રમતી બાળકી બેદરકાર કારચાલકે કાર ચઢાવી દેતા બાળકીનું કમકમાટીભર્યુ મોત થયું છે. ઘટના જોઈને તો પણ લાગે કે સાચે જ વાહનચાલકો કેટલા બેદરકાર છે.

Gujarat Others Breaking News

Mahesana News:  સોસાયટીના રમતા બાળકો પણ હવે સલામત નથી. મહેસાણામાં સોસાયટીમાં રમતી બાળકી બેદરકાર કારચાલકે કાર ચઢાવી દેતા બાળકીનું કમકમાટીભર્યુ મોત થયું છે. ઘટના જોઈને તો પણ લાગે કે સાચે જ વાહનચાલકો કેટલા બેદરકાર છે.

મહેસાણામાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. સોસાયટીમાં સાઇકલ ચલાવતી બાળકીનું કાર નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. રૂંવાટા ઊભા કરે એવી આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. બાળકીનાં અચાનક મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.

મહેસાણાની સ્પર્શ વીલા સોસાયટીમાં બાળકીને બેદરકાર કારચાલકે કચડી નાખી હતી. બાળકી સાઇકલ ચલાવી રહી હતી અને કાર જોઈને પડી ગયા પછી પણ તે કારચાલકે કાર અટકાવી ન હતી અને કાર તેના પર ચડાવી દીધી હતી. તેના લીધે ચાર વર્ષની બાળકી દિશા પટેલનું કમકમાટીભર્યુ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

થોડા સમય અગાઉ જ સુરતમાં પણ કારની નીચે આવી જતા બાળકીનું મોત થવાની ઘટના બની હતી. મધ્ય પ્રદેશથી રાજેશ વસુનિયા તેમના પરિવાર સાથે આવી વરિયાવ ખાતે આવેલી ઓરેન્જ રેસિડેન્સી નામની બાંધકામ સાઈટ પર કામ કરી ત્યાં જ રહેતા હતા અને રાજેશ કામ પર આવી ગયો હતો અને રાજેશની સૌથી નાની પુત્રી અંકિતા બાળકો સાથે ઓરેન્જ રેસિડેન્સીની બાંધકામ સાઈટ પાસે રમી રહી હતી, ત્યારે રિવર્સમાં આવતી એક કારના ચાલક પિયુષભાઈ રાજુભાઈ ડોબરીયાએ અંકિતાને અડફેટે લીધી હતી. અંકિતાને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી પણ ત્યાં તબીબોએ માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી.

મહિના અગાઉ અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં પિતા દ્વારા જ બાળકીનું મોત થયું હતું. પિતાની કાર નીચે જ બાળકી આવી જતા કારનું ટાયર બાળકી પર ફરી વળ્યુ હતું અને બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, ત્યારે આ મામલે પોલીસે તપાસ પણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: ગોધરામાં ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત

આ પણ વાંચો: જસદણમાં ઇકો કાર પલટી ખાતા ગંભીર અકસ્માતમાં 1 મહિલાનું મોત, 6 ઇજાગ્રસ્ત