Godhra News : ગોધરામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે આ બનાવ બન્યો હતો. જેમાં ઈક્કો કાર અને ટેન્કર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ચાર જણાના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થઈ હતી. સારવાર દરમિયાન વધુ એકનું મોત નિપજ્યું છે.
બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બીજીતરફ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર અર્થેગોધરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે ચાર મુતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો:બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ સહિત પીએસઆઇ ને ઇજા
આ પણ વાંચો:રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કરેલ કામગીરી
આ પણ વાંચો:એક પેડ માઁ કે નામ”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ
