Rajkot News: રાજકોટના જસદણમાં કાર પલટતા ગંભીર અકસ્માતમાં બનવા પામ્યો. આ ગંભીર અકસ્માતમાં 1નું મોત નિપજયું અને 6 લોકોને ઇજા પંહોચી હતી. જસદણના કલોરાણા રોડ પર આ અકસ્માત બનવા પામ્યો. કલોરાણા રોડ પર ઈકો પલટતા સર્જાયેલ અકસ્માતમાં 1 મહિલાનું મોત નિપજયું અને અન્ય 6 લોકોને ગંભીર ઇજા પંહોચી હતી. તમામ
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જસદણ કલોરાણા રોડ પર અકસ્માતની દુર્ઘટના બની હતી. કલોરાણા રોડ પર પૂરપાટ વેગે આવતી ઈકો પલ્ટી ખાઇ ગઈ. કાર પલટી ખાતા અંદર બેસેલ સવાર એક મહીલાનું ધટના સ્થળે જ મુત્યુ થયું. જયારે ઇકો કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઇજા થઈ હતી. કારમાં કુલ 7 લોકો સવાર હતા. જેમાંથી 1નું ઘટનાસ્થળે મોત નિપજયું. જ્યારે અન્ય છ ઈજાગ્રસ્તને જસદણ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાંથી 3ઈજાગ્રસ્તો સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઇકો કાર પલટી ખાતા ઘટનાસ્થળ પર હાજર સેવાભાવી લોકોએ અન્ય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવ કર્યો અને 108ને જાણ કરી. અકસ્માતને પગલે પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી. પોલીસ આ અકસ્માતની નોંધ લેતા ઇકો કાર કેવી રીતે પલટી ખાઈ તેની તપાસ કરી રહી છે.
જણાવી દઈએ કે રાજકોટમાં થોડા સમય પહેલા ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માતની ઘટનના બની હતી. બે કાર સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા.