Gujarat News ; ભરૂચના દહેજ અને થાણેના ભીવંડીમાંથી ટ્રામાડોલ અને એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યા બાદ ગુજરાત એટીએસ સહિતની એજન્સીઓ સક્રિય થી ગઈ છે. એજન્સીઓના રડારમાં અનેક કેમિકલ ફેકટરીઓ છે જેમાં ગેરકાયદે ઉત્પાદનો થઈ રહ્યા છે. જોકે સંલગ્ન એજન્સીઓ કામ કરતી ન હોવાથી પોલીસ સુધી આ માહિતી પહોંચતા ઘણું મોડુ થઈ જાય છે.
ભરૂચના દહેજ ખાતે જોલવા જીઆીડીસીમાં એક પ્લોટમાં આવેલી ફાર્મા કંપનીમાં ગુજરાત એટીએસે દરોડો પાડીને લિક્વીડ ટ્રામાડોલનો 1410 લિટરનો ગેરકાયદે પ્રવાહી જથ્થો કબજે કર્યો હતો. જેમાં ફાર્મા કંપનીના પંકજ રાજપુતની પોલીસે ધરપકડ કરી હતી. જેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મુંદ્રા કસ્ટમ વિભાગ દ્વારા 28.7.2024ના રોજ કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે એક શંકાસ્પદ કન્ટેઈનગરમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે પશ્ચિમી દેશો સિયેરા લિઓન અને નાઈજર ખાતે એક્સપોર્ટ થનાર રૂ.110 કરોડની કિંમતની કુલ રૂ.68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો ગેરકાયદે જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થા પંકજ રાજપુત અને તેના સાગરીતોએ તૈયાર કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં 110 કરોડ રૂપિયાની કિંમતની કુલ 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
તે સિવાય અગાઉ ગુજરાત એટીએસે રાજ્ય તથા રાજ્ય બહારની અનેક ફેક્ટરીઓ પર દરોડા પાડીને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. પરંતુ કેમિકલ ઉત્પાદનોના આડમાં ગેરકાયદે ડ્રગ્સ કે ડ્રગ્સ બનાવવાની કાચી સામગ્રી તૈયાર કરતા આવા યુનિટો પર જે તે જવાબદાર ઓથોરિટી અવારનવાર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવું જોઈએ કે જેથી ખરેખર ત્યાં જે ઉત્પાદનનું સર્ટિફિકેટ છે તેનું ઉત્પાદન થાય છે કે કેમ.
તેનો અંદાજ આવે.તે સિવાય એટીએસે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડી ખાતે ફ્લેટમાં ચાલતી ફેક્ટરી પકડી પાડીને 793.232 કિગ્રા. લિક્વીડ મેફેડ્રોનનો 51.409 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે પણ અહીં મેપેડ્રોન(એમડી ડ્રગ્સ) બનાવવાની પ્રોસેસ ચાલતી હોવાનું ખુલ્યું હતું. પોલીસે અહીંથી કબજે કરેલા લીક્વીડ મેફેડ્રોનની આંતરરાષ્ટ્રીય બાદરમાં કિંમત 800 કરોડ થવા જાય છે. જેમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓની પુછપરછ ચાલુ છે અને તેમાં તેમણે ગુજરાત કે અમદાવાદમાં ક્યાં ક્યાં એમડી ડ્રગ્સ અગાઉ પહોંચાડ્યું હતુ તેની વિગતો બહાર આવશે, એમ પોલીસે કહ્યું હતું.
આ પણ વાંચો:સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં પાંચ અધિકારીઓના ફરીથી થશે મેડિકલ ટેસ્ટ
આ પણ વાંચો:અમદાવાદમાં SMCએ દારૂનો જથ્થો ઝડપ્યો, બેની ધરપકડ, અન્ય ફરાર
