Delhi News/ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોટા સમાચાર, આવશે ડેન્ગ્યુ માટેની વેક્સિન

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષ સુધીમાં ડેન્ગ્યુ ન થાય તે માટેની વેક્સિન આવી શકે છે.

Top Stories India Breaking News

Delhi News: કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષ સુધીમાં ડેન્ગ્યુ ન થાય તે માટેની વેક્સિન આવી શકે છે. તમામ રાજ્યોના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે બેઠક યોજાઈ હતી. રાજ્યોના અધિકારીઓને ઉપાયો વિશે માહિતગાર કરાયા છે. આ વર્ષે ગત વર્ષ કરતા 30 ટકા કેસ વધુ માત્રામાં કેસ નોંધાયા છે. વેક્સિન અંગે ત્રીજા ફેઝમાં ટ્રાયલ ચાલી રહ્યુ છે. બે ટ્રાયલમાં અત્યાર સુધી વેક્સિનને સફળતા મળી છે.

હાલમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. ચાંદીપુરાની જેમ ડેન્ગ્યુ પણ વાયરસજન્ય બીમારી છે. ડેન્ગ્યુ બીમારી કેટલાક કિસ્સામાં જીવેલણ બને છે. મોટાભાગે ડેન્ગ્યુથી આવતા તાવમાં દર્દીને શરીરના સાંધા અને હાડકાં અસહનીય દુઃખાવો થાય છે. ખાસ કરીને ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાં આ બીમારી વધુ જોવા મળી છે. ડેન્ગ્યુનો તાવ આવે ત્યારે અને તેના પછી ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી પણ ખાસ કાળજી રાખવી પડે છે. જો ધ્યાન રાખવામાં ના આવે તો હોસ્પિટલમાં દાખલ થવા જેવી સ્થિતિ પણ થઈ શકે છે. ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીથી લડવા કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ હાથ ધરાયા હતા. જેના ભાગરૂપે ડેન્ગ્યુની ગંભીર અસરથી બચવા લોકોને વેકસિન ઉપયોગી બનશે. કેન્દ્ર સરકાર તરફથી હાલમાં આ મામલે સામે આવેલ માહિતી મુજબ આવતા વર્ષ સુધીમાં ડેન્ગ્યુ ન થાય તે માટેની વેક્સિન આવશે.

ડેન્ગયુના લક્ષણો

ચેપી મચ્છર માણસને કરડે તેના પછીના પાંચથી છ દિવસમાં માણસોમાં ડેન્ગ્યુ વાઇરસનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. દર્દીને શરુઆતમાં છ થી સાત દિવસ સુધી સતત તાવ આવે છે, સતત માથું દુખે, શરીર તૂટે એટલે કે ખૂબ દુખાવો અનુભવાય, સાંધા દુખે. શરીરમાં થતી અસહય દુખાવો કાબુમાં નથી આવતો. કેટલાક કિસ્સામાં આંતરિક રક્તસ્ત્રાવને કારણે શરીર પર લાલ ચાઠાં પડે અને ખંજવાળ આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે

આ પણ વાંચો: વાયનાડના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 413, PM મોદી પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત

આ પણ વાંચો: ‘વિનેશ ફોગટને સિલ્વર મેડલ વિજેતાને અપાતી તમામ સુવિધા અપાશે’ હરિયાણાના મુખ્યમંત્રીએ કરી જાહેરાત