Gujarat News : ગુજરાત રાજ્યમાં 15 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ અપાયું છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બંધ રહેલો વરસાદ ફરી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે. 10 થી 15 જૂલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે. 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. આજે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં આવતીકાલે 10 જુલાઈએ નવસારી,દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
11 જુલાઈએ સુરત, નવસારી,ડાંગ, તાપી અને ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 12 જુલાઇએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, નવસારી,વલસાડ, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
