Not Set/ હરિયાણા: ચૂંટણી પહેલા કોંગ્રેસનાં બે મોટા દાવ, કુમારી શૈલજા બન્યા અધ્યક્ષ

વિધાનસભાની ચૂંટણી પૂર્વે હરિયાણા કોંગ્રેસમાં બે મોટો બદલાવ કરવામાં આવ્યો છે. પાર્ટીનાં વરિષ્ઠ નેતા કુમારી શૈલજાની હરિયાણા કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આવી રહેલા હરિયાણા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ કુમારી શૈલજાનાં નેતૃત્વમાં લડશે. તો સાથે સાથે કોંગ્રેસનાં હાલાનાં હરિયાણા વિપક્ષીયદળનાં નેતાને પણ બદલવામાં આવ્યા છે. હુડ્ડાને વિઘાનસભા દળનાં વિરોધ પક્ષા નેતા બનાવવામાં આવ્યા છે. […]

Top Stories India

વિધાનસભાની ચૂંટણી પૂર્વે હરિયાણા કોંગ્રેસમાં બે મોટો બદલાવ કરવામાં આવ્યો છે. પાર્ટીનાં વરિષ્ઠ નેતા કુમારી શૈલજાની હરિયાણા કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આવી રહેલા હરિયાણા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ કુમારી શૈલજાનાં નેતૃત્વમાં લડશે. તો સાથે સાથે કોંગ્રેસનાં હાલાનાં હરિયાણા વિપક્ષીયદળનાં નેતાને પણ બદલવામાં આવ્યા છે. હુડ્ડાને વિઘાનસભા દળનાં વિરોધ પક્ષા નેતા બનાવવામાં આવ્યા છે. તો સાથે સાથે ચૂંંટણી સમિતીના અધ્યક્ષની જવાબદારી પણ હુડ્ડા નિભાવશે.

કુમારી શૈલજા ગાંધી પરિવારની ખૂબ નજીકની ગણાય છે

કુમારી શૈલજાની ગણતરી સોનિયા ગાંધીના નજીકના નેતાઓમાં થાય છે. આ વર્ષના અંતે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સોનિયા ગાંધીની નજીકના ગણાતા શૈલજાએ અશોક તંવરની જગ્યા લીધી છે. બીજી તરફ હુડાએ કિરણ ચૌધરીની જગ્યા લીધી છે.

શું ક્યું કોંગ્રેસ હરિયાણી પ્રભારી ગુલામ નબી આઝાદે આ મામલે

હરિયાણા કોંગ્રેસનાં પ્રભારી ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે શૈલજાની પ્રદેશ પ્રમુખ તરીકે અને હુડ્ડાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણયને હુડ્ડાની નારાજગી અને રાજ્યમાં પક્ષના નેતાઓ વચ્ચેનાં ઝઘડાને દૂર કરવાનાં પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
શુંં છે સમગ્ર હકીકતો
હકીકતમાં, આક્રોશના અહેવાલો વચ્ચે હુડ્ડાની મંગળવારે તેમના સમર્થક નેતાઓ સાથે બેઠક થઈ હતી, જેમાં આ નેતાઓએ તેમને આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં વધુ નિર્ણય લેવાની સત્તા આપી હતી. હરિયાણા કોંગ્રેસમાં ખાસ કરીને હુડ્ડા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક તંવર વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે હુડ્ડા પક્ષના નેતૃત્વથી નારાજ છે અને અલગ થવાનો માર્ગ પણ પસંદ કરી શકે છે.

આક્રોશની અટકળો વચ્ચે હુડાએ 29 ઓગસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક પછી, એવા અહેવાલો આવ્યા હતા કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને બદલી શકાય છે અને ટિકિટ વહેંચણીમાં હુડ્ડાની ભૂમિકા સુનિશ્ચિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.