World News/ ટ્રમ્પનો ઈરાનને કડક સંદેશ: “સમજૂતી નહીં તો બોમ્બમારો ફરી શરૂ થશે”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાના નાકાબંધી હટાવવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. જોણો શું કહ્યું ટ્રમ્પે?

Top Stories World
Trump

US VS IRAN: અમેરિકા-ઈરાન તણાવ ફરી ઉગ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કડક વલણ દાખવતા જણાવ્યું છે કે કોઈ સમજૂતી ન થાય ત્યાં સુધી ઈરાનના બંદરો પરની નાકાબંધી હટાવવામાં નહીં આવે.

પાકિસ્તાનમાં ચાલી રહેલી ઈરાન-અમેરિકા વાટાઘાટોના બીજા તબક્કા અંગે અસ્પષ્ટતા વચ્ચે આવેલા આ નિવેદનથી પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો વાટાઘાટોમાં સમજૂતી નહીં થાય, તો યુદ્ધવિરામ લંબાવવામાં નહીં આવે અને બંને દેશો વચ્ચે ફરી અથડામણની સ્થિતિ ઊભી થઈ શકે છે.

તેમજ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પર લખ્યું છે કે, એક અઠવાડિયા પહેલા શરૂ થયેલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આસપાસની અમેરિકાની નાકાબંધી ઈરાન માટે વિનાશકારી સાબિત થઈ રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમેરિકા હાલ આ નાકાબંધી હટાવવાનો કોઈ ઈરાદો રાખતું નથી અને દાવો કર્યો કે આ સંઘર્ષમાં અમેરિકા આગળ છે.

સમજૂતી નહીં થાય તો ફરી બોમ્બમારો શરૂ થશે

ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ સમજૂતી નહીં થાય, તો ફરીથી ભારે બોમ્બમારો શરૂ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે સહમતિ ન બને તો લડાઈ તરત જ ફરી ભડકી શકે છે.
ઉલ્લેખનીય છે કે 8 એપ્રિલથી શરૂ થયેલો બે અઠવાડિયાનો યુદ્ધવિરામ હવે પૂર્ણ થવા આવ્યો છે, જેના અંતે પરિસ્થિતિ ફરી તંગ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

વાટાઘાટો જરૂરી, પરંતુ તેહરાનનો ઈનકાર

ઇસ્લામાબાદમાં સંભવિત વાટાઘાટોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઇરાન સાથે ચર્ચા જરૂરી છે. જોકે, બીજી તરફ ઈરાનએ હાલ વાટાઘાટોમાં જોડાવા માટે કોઈ યોજના ન હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઇએ જણાવ્યું હતું કે, “અમે અમારા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે કોઈપણ અલ્ટઅમે અમારા રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવા માટે કોઈપણ અલ્ટીમેટમમાં માનતા નથી.”

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)  નો દાવો: વાટાઘાટો માટે અમેરિકી પ્રતિનિધિમંડળ રવાના

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ વ્હાઇટ હાઉસના દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર વાટાઘાટો માટે રવાના થઈ ગયા છે.

રવિવારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે વોશિંગ્ટનથી એક પ્રતિનિધિમંડળ સોમવારે સાંજે ઇસ્લામાબાદ પહોંચશે. જોકે, આ વાટાઘાટોની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જેના કારણે પરિસ્થિતિ અંગે અનિશ્ચિતતા યથાવત છે.


આ પણ વાંચો : ઈરાનના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને ગણાવ્યા વિશ્વાસઘાતી, પાકિસ્તાનમાં યોજાનારી બેઠક પર જોખમ

આ પણ વાંચો : ઓમાનના અખાતમાં અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાની જહાજ ‘ટુસ્કાન’ પર મધરાતે મરીન્સનો કબજો

આ પણ વાંચો : ચીન કેમ કરી રહ્યું છે કીડીઓની તસ્કરી? એક રાણી કીડીની કિંમત ₹21,000, આખી દુનિયા પરેશાન