international news/ ઈરાનના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને ગણાવ્યા વિશ્વાસઘાતી, પાકિસ્તાનમાં યોજાનારી બેઠક પર જોખમ

Iran ના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને અમેરિકા અને ટ્રમ્પ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનમાં યોજાનારી શાંતિ મંત્રણા પહેલા ઈરાને લીધેલા આક્રમક વલણ વિશે વાંચો સંપૂર્ણ વિગતો.

international Top Stories World
Iran

Iran President on US Peace Talks: ઈરાન અને અમેરિકા વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ આગામી બુધવારે પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે વાતાવરણ ફરી ગરમાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથેની વાતચીતમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને અમેરિકા અને ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આકરા પ્રહારો કર્યા છે.

કૂટનીતિ સાથે વિશ્વાસઘાતનો આરોપ

ઈરાની (Iran) રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે અમેરિકા ફરી એકવાર જૂની ભૂલો દોહરાવી રહ્યું છે અને કૂટનીતિ સાથે વિશ્વાસઘાત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, “અમેરિકા દ્વારા કરવામાં આવેલી ઈરાનની નાકાબંધી એ સાબિત કરે છે કે વોશિંગ્ટન તેના જૂના પૅટર્ન પર ચાલી રહ્યું છે. યુદ્ધવિરામ દરમિયાન પણ અમેરિકાએ સતત વચનોનું ઉલ્લંઘન, દાદાગીરી અને મનસ્વી વર્તન કર્યું છે.”

Iran

શાંતિ વાર્તા પર અનિશ્ચિતતાના વાદળો

આવતીકાલે (સોમવારે) અમેરિકન પ્રતિનિધિમંડળ વાતચીત માટે ઈસ્લામાબાદ પહોંચવાનું છે, પરંતુ ઈરાને હજુ સુધી પોતાનું પ્રતિનિધિમંડળ મોકલવાની સત્તાવાર જાહેરાત કરી નથી. ઈરાની સરકારી ટીવીના જણાવ્યા અનુસાર, અમેરિકાની અતાર્કિક માંગણીઓ અને બદલાતા વલણને કારણે મંત્રણાના બીજા રાઉન્ડની શક્યતા ઓછી જણાઈ રહી છે.

ટ્રમ્પ પર અવિશ્વાસ અને જવાબી કાર્યવાહીની ધમકી 

પેજેશકિયને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમને અમેરિકન સરકાર અને ટ્રમ્પ પર બિલકુલ ભરોસો નથી. તેમણે અમેરિકા દ્વારા ઈરાનની (Iran) નૌકાદળ ઘેરાબંધીને ગેરકાનૂની અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની વિરુદ્ધ ગણાવી છે. તેમણે ચેતવણી આપી કે જો અમેરિકા કે ઈઝરાયેલ કોઈ પણ નવું ‘દુઃસાહસ’ કરશે, તો ઈરાન પોતાની રક્ષા કરવા માટે મક્કમ છે અને તેના પરિણામો વૈશ્વિક સુરક્ષા માટે અત્યંત ખરાબ આવશે.

Iran નો પડોશી દેશો સાથે મજબૂત સંબંધોનો સંકલ્પ

ઈરાની (Iran) રાષ્ટ્રપતિએ પડોશી દેશો અને ખાસ કરીને પર્શિયન ગલ્ફના દેશો સાથેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે પ્રાદેશિક દેશો શાંતિ અને સુરક્ષા વધારવા માટે સાથે મળીને કામ કરશે અને તેમાં અમેરિકા જેવા બહારના તત્વોનો કોઈ વિનાશક હસ્તક્ષેપ નહીં રહે.


આ પણ વાંચો :  ચીન કેમ કરી રહ્યું છે કીડીઓની તસ્કરી? એક રાણી કીડીની કિંમત ₹21,000, આખી દુનિયા પરેશાન

આ પણ વાંચો :  ઓમાનના અખાતમાં અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાની જહાજ ‘ટુસ્કાન’ પર મધરાતે મરીન્સનો કબજો