up news/ ગાઝીપુરમાં પાઠ ન આવડતા શિક્ષકે ધોરણ-3ની માસૂમ વિદ્યાર્થિનીને નિર્દયતાથી ફટકારી

ઉત્તર પ્રદેશના Ghazipurમાં એક પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ-3ની બાળકીને હોમવર્ક ન કરવા બદલ નિર્દયતાથી માર માર્યો. પીઠ પર ગંભીર નિશાન પડતા પોલીસે હાથ ધરી કાર્યવાહી.

India NATIONAL Trending
Ghazipur Teacher Beats Student

Ghazipur Teacher Beats Student: ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાંથી માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક પ્રાથમિક શાળાના શિક્ષકે શિસ્તના નામે હિંસાની તમામ હદો વટાવી દીધી છે. સામાન્ય બાબતે ધોરણ-3માં ભણતી એક નાનકડી વિદ્યાર્થિનીને નિર્દયતાથી ફટકારતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Ghazipur : લાકડી વડે બેફામ માર માર્યો

ઘટના ગાઝીપુરના કરીમુદ્દીનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભરૌલી કલા ગામની પ્રાથમિક શાળાની છે. અહીં અબ્દુલ વાહિદ નામના શિક્ષકે ધોરણ-3ની વિદ્યાર્થિનીને એક પાઠ યાદ કરીને આવવા કહ્યું હતું. જ્યારે બાળકી જવાબ ન આપી શકી, ત્યારે શિક્ષકે પોતાનો સંયમ ગુમાવ્યો અને લાકડી વડે માસૂમ પર તૂટી પડ્યો. શિક્ષકે બાળકીની પીઠ પર એટલો ગંભીર માર માર્યો કે ત્યાં લાલચોળ નિશાન અને ઘા પડી ગયા હતા.

“કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ”

આરોપ છે કે ક્રૂરતા આટલેથી જ ન અટકી, માર માર્યા બાદ શિક્ષકે ડરેલી બાળકીને ધમકી આપી હતી કે જો તે આ વિશે ઘરે કોઈને વાત કરશે તો તે તેને જાનથી મારી નાખશે. આ ધમકીના ડરથી બાળકી ચૂપ રહી, પરંતુ ઘરે પહોંચ્યા બાદ જ્યારે માતાની નજર બાળકીની પીઠ પર પડી ત્યારે બર્બરતાની આખી કહાની સામે આવી. બાળકીએ રડતા-રડતા પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી.

અન્ય ગંભીર આક્ષેપો પણ કર્યા

બાળકીની હાલત જોઈ ગુસ્સે ભરાયેલી માતા ગ્રામજનો સાથે શાળાએ પહોંચી હતી અને શિક્ષક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કરીમુદ્દીનપુર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવાઈ છે. માતાએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ શિક્ષક શાળામાં ગેરકાયદેસર રીતે પુસ્તકો અને સ્ટેશનરી સામાન વેચવાનો કાળો કારોબાર પણ ચલાવે છે.


આ પણ વાંચો: ગાઝીપુર લેન્ડફિલની સતત કથડતી હાલત, NGTના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ

આ પણ વાંચો: ગાઝીપુરમાં જાનૈયાઓથી ભરેલી બસ પર હાઈ ટેન્શનનો ઈલેક્ટ્રિક વાયર પડ્યો, 10 લોકો જીવતા ભૂંજાયા

આ પણ વાંચો: મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા, ગાઝીપુરની MP-MLA કોર્ટનો નિર્ણય