ભોપાલ,
રોજ-બરોજની જિંદગીમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ કેટલીકવાર લોકો ચલણ કાપવાથી બચવા માટે અનેક કોશિશ કરતા હોય છે. આ દરમિયાન લોકો પોતાના બીજા વ્યક્તિઓની ઓળખ પણ આપતા હોય છે, પરંતુ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક વ્યક્તિનું પોલીસે ચલણ કાપ્યા બાદ આ વ્યક્તિએ જે ઓળખ આપી, તે જાણીને તમે પણ દંગ રહી જશો.
હકીકતમાં, ગુરુવારે ભોપાલ વિધાનસભા પાસે એક વ્યક્તિ ક્યારે પોતાના પરિવાર સાથે ગાડી લઈને જઈ રહ્યો હતો, ત્યારે તેઓએ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ પોલીસે તેઓને રોકીને ચલણ કાપવાની કોશિશ કરી હતી. પરંતુ એટલામાં જ આ વ્યક્તિ ભડકી ગયો અને તેને પોલીસને ધમકી આપતા પોતાને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો ભત્રીજો ગણાવ્યો હતો..
#WATCH: Man claiming to be a brother in law of Chief Minister Shivraj Singh Chouhan created ruckus near Vidhan Sabha in Bhopal, when stopped by Police over a traffic violation.(23.8.18.) #MadhyaPradesh pic.twitter.com/AQ057y7fGI
— ANI (@ANI) August 24, 2018
આ ઉપરાંત ગાડી ચલાવનાર વ્યક્તિ જ નહિ પરંતુ તેઓની પત્ની પણ સતત પોલીસને કહી રહી હતી કે, મુખ્યમંત્રીના તેઓ ભત્રીજા છે. આ દરમિયાન બંને પતિ-પત્ની પોતાનો મોબાઈલ ફોન પણ બતાવતા જોવા મળ્યા હતા.
જો કે આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે બંને પતિ-પત્ની કેવી રીતે પોલીસ સાથે પોતાને મુખ્યમંત્રી સાથે નિકટતા બતાવતા જોઈ શકાય છે.
#WATCH: Man claiming to be a brother in law of Chief Minister Shivraj Singh Chouhan created ruckus near Vidhan Sabha in Bhopal, when stopped by Police over a traffic violation.(23.8.18.) #MadhyaPradesh pic.twitter.com/AQ057y7fGI
— ANI (@ANI) August 24, 2018
જયારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું, “રાજ્યભરમાં મારી કરોડો બહેનો છે અને હું ઘણા લોકોનો ભાઈ છું. પરંતુ આ મામલે કાયદો પોતાનું કામ કરશે”.
