ક્ચ્છ
ક્ચ્છ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં પ્રજાના પૈસા માંથી 30 કરોડના ખર્ચે તૈયાર થયેલી ગર્લ્સ હોસ્ટેલ હજી સુધી શરૂ કરવામાં આવી નથી. 500 વિદ્યાર્થીઓની સમાવેશ ક્ષમતા ધરાવતી આ હોસ્ટેલ તૈયાર થઈ ચૂકી હોવા છતાં શા માટે તેને ખુલ્લી મુકાતી નથી તે એક પ્રશ્ન છે.
ભુજમાં 30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સમરસ હોસ્ટેલ છેલ્લા એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે. વિરોધ પક્ષે આકરા પાણીએ વિરોધ સાથે ચીમકી પણ ઉચ્ચારી જો ભાજપ સરકાર હોસ્ટેલનું લોકાર્પણ ના કરે તો વિરોધ પક્ષ દસ દિવસમાં હોસ્ટેલનું લોકાર્પણ કરશે.

૨૫૦ વિધાર્થીઓ રહી શકે તે માટે ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે બોયઝ હોસ્ટેલ અને ૨૫૦ વિદ્યાર્થીનીઓ રહી શકે તે માટે ૧૫ કરોડ ₹ ને ખર્ચે ગર્લ્સ હોસ્ટેલ એમ કુલ ૩૦ કરોડ ₹ ને ખર્ચે ૫૦૦ છાત્રો હોસ્ટેલ માં રહીને ભણી શકે તેવી વ્યવસ્થા ઉભી તો કરાઈ છે.

કચ્છ યુનિવર્સિટીમાં બનેલી નવી સમરસ હોસ્ટેલને ૧૦ દિવસ માં ખુલ્લી નહી મુકાય તો કચ્છ યુવા કોંગ્રેસ આ સમરસ હોસ્ટેલને ખુલ્લી મુકશે. એટલે કે, ભાજપ સરકારને બદલે વિરોધ પક્ષ કોંગ્રેસ આ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરશે.

પ્રજાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓ પાસે પ્રજાના વિકાસકામોના લોકાર્પણની પણ ફુરસત નથી. ભુજમાં 30 કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલી સમરસ હોસ્ટેલ છેલ્લા એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે, વિરોધ પક્ષે આકરા પાણીએ વિરોધ સાથે ચીમકી પણ ઉચ્ચારી જો ભાજપ સરકાર હોસ્ટેલનું લોકાર્પણના કરે તો વિરોધ પક્ષ દસ દિવસમાં હોસ્ટેલનું લોકાર્પણ કરશે.
