AUTO & TECH: અત્યાર સુધી તો તમે મચ્છરોને મારવા માટેના રેકેટ વિશે જ સાંભળ્યુ હશે, પરંતુ હવે એક એવું ડિવાઇસ બજારમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે જે આસપાસ ઉડતા મચ્છરોનો હવામાં જ ખાત્મો બોલાવી દેશે! આ ડિવાઇસને તમારે હાથમાં પકડીને રાખવાની પણ જરુર નહિં પડે! મચ્છરોને લીધે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારીઓ સહિત કેટલીયે બીમારીઓ થાય છે. આના કારણે, દર વર્ષે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. ચોમાસાની ઋતુમાં આ મચ્છરોનો આતંક ઘણો જ વધી જાય છે. તમે ઘરના ઓરડામાં હો અથવા બહાર ગાર્ડનમાં, મચ્છરો તમામ સ્થળે તમારું જીવવું હરામ કરી દે છે! આનાથી રક્ષણ મેળવવા માટે માર્કેટમાં ઘણા પ્રકારના ઉપકરણો ઉપલબ્ધ છે.
Photon Matrix નામનું એક ઉપકરણ મચ્છરોને મારવા બનાવાયેલું પ્રથમ પોર્ટેબલ ડિવાઇસ છે. આ વિશે વિસ્તૃત રીતે જાણીશું-
આ ચીની ડિવાઇસનો દાવો છે કે એ માત્ર 3 મિલીસેકન્ડમાં મચ્છરની સાઇઝ, દિશા, ગતિ અને શરીર વિશે જાણકારી મેળવી લેશે. ડિવાઇઝ
LiDAR (પ્રકાશ સંસૂચક અને રેન્જ) સેન્સર મૉડ્યૂલ દ્વારા ઑબ્જેક્ટની સ્થિતિની જાણકારી મેળવી લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડિવાઇસ લેસર લાઇટનો ઉપયોગ કરીને વસ્તુઓના સ્થાનનો અંદાજ લગાવી શકે છે. લેસર થી એને જેવો મચ્છર હોવાનો ભાસ થાય છે કે તરત જ તે ગૅલ્વેનોમીટર-નિર્દેશિત લેસરનો ઉપયોગ કરીને એને મારી નાખે છે.
આની ખાસિયત એ છે કે એ પ્રતિ સેકન્ડે 50,000 સ્કૅન કરી શકે છે. ડિવાઇસ માત્ર 0.003 (3 મિલી સેકન્ડ) માં જ પોતાના ટાર્ગેટને લૉક કરી લે છે. આને તમે રુમમાં લગાવી શકો છો. જેવું મચ્છર તમારા રુમમાં પ્રવેશે કે, તરત જ એને ઓળખી લઇને આ ડિવાઇસ એનો ખાત્મો બોલાવી દેશે! એને રુમ સિવાય તમે ઘરના ગાર્ડન જેવા સ્થળોએ પણ લગાવી શકો છો. તે પ્રતિ સેકન્ડ 30 મચ્છરને મારી શકે છે. રાતના અંધારામાં પણ આ ડિવાઇસ સારું કામ કરી શકે છે. એના બંને મૉડલો વિશે એવો દાવો કરવામાં આવે છે કે, એ 1 સેકન્ડમાં 30 મચ્છરને મારી શકે છે.
કેટલું મોટું છે આ ડિવાઇસ?
Photonn Matrix ના બેઝીક એડિશન મૉડલની સ્કૅમિંગ અને કિલિંગ રેન્જ 90 ડિગ્રી, 9.8 ફૂટ છે.જ્યારે પ્રો વેરિએન્ટ રેન્જ 6 મીટર (19.7 ફૂટ) છે. ડિવાઇસની સાઇઝ એવી છે કે, એને આસાનીથી ઇન્સૉલ કરી શકાય! તમારી જાણકારી માટે દર્શાવી દઇએ કે આ ડિવાઇસ એક નિયત સ્પીડથી ઉપર ઉડતા મચ્છરો પર કામ નથી કરતું. જો મચ્છર 1 મીટર (3.3 ફૂટ) પ્રતિ સેકન્ડથી વધારે ઝડપથી ઉડતું હશે તો ડિવાઇસને એની જાણ નહિં થાય! આ જ કારણ છે કે, તે ઘરમાં જોવા મળતી માખી જેવા ઝડપી જંતુઓેને મારવાનું કામ નહિં કરે.
કેટલી કીમત છે?
અત્યાર સુધી તો આ ડિવાઇસની કીમત જાહેર નથી થઇ એમ છતાં, એની ખરીદી માટેના પ્રી-ઑર્ડર બુકીંગ શરુ થઇ ચૂક્યા છે! ઓફિશિયલ વેબસાઇટ પર જઇને તમે એના માટે પ્રી-ઑર્ડર કરી શકો છો. ભારત સહિત અન્ય દેશોમાં આ ડિવાઇસની એન્ટ્રી થશે કે કેમ, એ અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ય નથી.
આ પણ વાંચો:આજે દિલ્હી-NCRમાં પડશે ભારે વરસાદ, યુપી-બિહાર સહિત આ રાજ્યોમાં ભારે મેઘમહેરની ચેતવણી
આ પણ વાંચો:જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન
