National News/ કુંભની ‘વાયરલ ગર્લ’ મોનાલિસા પ્રેગ્નન્ટ હોવાનો દાવો, MP પોલીસ કેરળથી ખાલી હાથે પરત ફરી

પ્રયાગરાજ કુંભની વાયરલ ગર્લ Monalisa ભોંસલે પ્રેગ્નન્ટ હોવાનું સામે આવ્યું છે. સગીર હોવાના વિવાદ અને POCSO એક્ટ વચ્ચે કેરળ હાઈકોર્ટે શું નિર્ણય લીધો છે તે વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
Monalisa

Viral Girl Monalisa Marriage Controversy:પ્રયાગરાજ કુંભ મેળાથી ચર્ચામાં આવેલી જોડી મોનાલિસા ભોંસલે અને તેના પતિ મોહમ્મદ ફરમાનને કસ્ટડીમાં લેવા કેરળ પહોંચેલી મધ્ય પ્રદેશ પોલીસની ટીમને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. ફરમાને પોલીસને ચોંકાવનારી વિગત આપી છે કે મોનાલિસા અત્યારે ગર્ભવતી (Pregnant) છે, જેના કારણે તે મુસાફરી કરવા કે પોલીસ સમક્ષ હાજર થવા સક્ષમ નથી. આ ખુલાસા બાદ 5 સભ્યોની પોલીસ ટીમ હાલ મધ્ય પ્રદેશ પરત ફરી છે.

વય મર્યાદા અને POCSO એક્ટનો વિવાદ

આ સમગ્ર વિવાદની શરૂઆત મોનાલિસાના પિતાની ફરિયાદથી થઈ હતી. તેમણે મધ્ય પ્રદેશના મહેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું હતું કે તેમની પુત્રીની ઉંમર માત્ર 16 વર્ષ છે અને તેનું અપહરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસમાં પણ મોનાલિસા સગીર હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે ફરમાન વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો દાખલ થયો છે. જોકે, મોનાલિસાનો દાવો છે કે તે 18 વર્ષની પુખ્ત વયની છે અને તેણે 11 માર્ચે તિરુવનંતપુરમના મંદિરમાં પોતાની મરજીથી લગ્ન કર્યા છે.

Monalisa

કેરળ હાઈકોર્ટનો સ્ટે અને Monalisaની સુરક્ષાની માંગ

એમપી પોલીસ જ્યારે કેરળના કોચ્ચિ પહોંચી, ત્યારે મોનાલિસાએ(Monalisa) કેરળના મુખ્યમંત્રી અને પોલીસ કમિશનરને સુરક્ષા માટે પત્ર લખ્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે તેને પરાણે મધ્ય પ્રદેશ લઈ જવાનો પ્રયાસ થઈ શકે છે. દરમિયાન, કેરળ હાઈકોર્ટે પણ આ મામલે હસ્તક્ષેપ કરતા ફરમાન વિરુદ્ધના ધરપકડ વોરંટ પર 20 મે સુધી સ્ટે આપી દીધો છે. પોલીસ હવે ફરમાનના તે મિત્ર જોશુઆની પણ શોધ કરી રહી છે જેણે આ જોડીને આશરો આપવામાં મદદ કરી હતી.


આ પણ વાંચો :  સગીર છે વાયરલ ગર્લ? નકલી બર્થ સર્ટિફિકેટ મામલે માતાએ તોડ્યું મૌન, વધી શકે છે મુશ્કેલીઓ

આ પણ વાંચો : કુંભ વાઇરલ ગર્લ મોનાલિસા લગ્ન સમયે માત્ર 16 વર્ષની હતી, ફરમાન સામે POCSO હેઠળ FIR

આ પણ વાંચો :   શું હું આતંકવાદી છું?’ મહાકુંભ ગર્લ મોનાલિસાની ફિલ્મ લોન્ચિંગ મામલે હોબાળો