Not Set/ તેજસ્વી યાદવનાં સંબંધમાં રાબડી દેવીને મીડિયાએ પૂછ્યો સવાલ, જવાબ આવ્યો ‘તમારા જ ઘરે છે’

લોકસભાની ચૂંટણી બાદ આવેલા પરિણામથી બિહારમાં બધુ જ બરાબર હોય તેવુ લાગી રહ્યુ નથી. છેલ્લા ઘણા સમયથી લાલુ પ્રસાદનાં દિકરા તેજસ્વી યાદવ મીડિયાથી દૂર રહ્યા બાદ આજે બિહારનાં વિધાનસભાનાં મોનસૂન સત્રનાં પહેલા દિવસ શુક્રવારે વિધાનસભામાં તેઓ ભાગ લેવા પહોચે તેવી સંભાવનાઓ હતી, પરંતુ તે અહી પહોચ્યા નહોતા. આ સંબંધમાં જ્યારે તેમની માતા અને પૂર્વ મુખ્યમંત્રી […]

Top Stories India

લોકસભાની ચૂંટણી બાદ આવેલા પરિણામથી બિહારમાં બધુ જ બરાબર હોય તેવુ લાગી રહ્યુ નથી. છેલ્લા ઘણા સમયથી લાલુ પ્રસાદનાં દિકરા તેજસ્વી યાદવ મીડિયાથી દૂર રહ્યા બાદ આજે બિહારનાં વિધાનસભાનાં મોનસૂન સત્રનાં પહેલા દિવસ શુક્રવારે વિધાનસભામાં તેઓ ભાગ લેવા પહોચે તેવી સંભાવનાઓ હતી, પરંતુ તે અહી પહોચ્યા નહોતા. આ સંબંધમાં જ્યારે તેમની માતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને પૂછવામાં આવ્યુ તો તે પત્રકારો પર ભડકી ગયા હતા.

બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પત્રકારોનો જવાબ આપતા કહ્યુ કે, તેજસ્વી યાદવ તમારા જ ઘરે છે. રાબરી દેવી વિધાન પરિષદની કાર્યવાહીમાં પહોચ્યા, ત્યારે રાજદનાં સભ્યોએ તેમનુ સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન એક પત્રકારે રાબડી દેવીને તેજસ્વી યાદવનાં સંબંધમાં સવાલ કર્યો તો તે ભડકી ઉઠ્યા અને કહી દીધુ કે, તેજસ્વી તમારા જ ઘરમાં છે. વળી રાજદ ધારાસભ્ય વીરેન્દ્રએ કહ્યુ કે, રાજદ નેતૃત્વવિહીન નથી. વધુમાં કહ્યુ કે, તે નહી હોય તો તેમની જગ્યા કોઇ અન્ય સંભાળશે. જો કે તેમણે સાથે તે પણ કહ્યુ કે, તેજસ્વી યાદવ જલ્દી જ આવશે.

ઉલ્લેખનયી છે કે, લોકસભા ચૂંટણીમાં રાજદને મળેલી કારમી હાર બાદ 29 મે નાં રોજ થયેલી રાજદની સમીક્ષા બેઠક બાદથી તેજસ્વી યાદવ સાર્વજનિક રૂપે પટનામાં નજર આવ્યા નથી. જેને લઇને રાજદનાં વિરોધીએ સતત તેજસ્વી પર નિશાનો સાધી રહ્યા છે. આપને યાદ હશે કે થોડા સમય પહેલા બિહારમાં તેજસ્વી યાદવનાં લાપતા નામના પોસ્ટર લાગ્યા હતા. તેજસ્વી યાદવ મીડિયા સમક્ષ ક્યારે અને કયા નિવેદન સાથે આવે છે તે જોવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.