Banaskantha News : બનાસકાંઠામાં વાઘરોલ ગેંગરેપ અને અપહરણના આરોપી ઝડપાઈ ગયા છે. LCB પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. બાદમાં તેમને LCB ઓફિસ ખાતે તપાસ માટે લાવવામાં આવ્યા હતા. પોલીસે CCTVની ચકાસણીને આધારે બંને આરોપીને ઝડપી લીધા હતા.
આ બનાવની વિગત મુજબ 1 ડિસેમ્બરે સાંજે વાઘરોલથી યુવતીનું અપરણ કરી ઇકો કારમાં ગેંગરેપ કરી અને ગઢ પંથકમાં છોડી દીધી હતી. બાદમાં આરોપીઓ ભાગી ગયા હતા. બે બહેનો ખેતર તરફ જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. વાઘરોલ થી યુવતી ને અપરણ કરી રસાણા ગામ થઈ કેનાલ તરફ જઈ અને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી એસઓજી પેરોફર્લો સહિત પોલીસની 10 ટીમો કામે લાગી હતી.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલની કુખ્યાત કામગીરી, કુલ 112 દર્દીના જીવ લીધા
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલે ખોટા-રિપોર્ટ બતાવી PMJAYમાંથી મંજૂરી મેળવીને લોકોના જીવ સાથે રમત કરી
