ખ્યાતિ મોતકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો
અમદાવાદમાં ખ્યાતિ મોતકાંડમાં PMJAYનો લાભ લેવા દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલાતી અને ખોટા રિપોર્ટ બતાવી PMJAYમાંથી મંજૂરી મેળવતા હોવાનો ખુલાસો થયો છે.
ખ્યાતિ હોસ્પિટલમાં મોતની સર્જરી કરવામાં આવતી હતી. ખ્યાતિ હોસ્પિટલ PMJAYનો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલતા હતા. PMJAYના 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામાં આવે છે. ખોટા મેડિકલ રિપોર્ટના આધારે PMJAY માંથી મંજૂરી મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે. PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા હોવાનો ખુલાસો થયો છે. PMJAY દ્વારા 16 કરોડથી વધુ રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવવામા આવી છે.

દર્દીઓના ઓપરેશન થયા બાદ પણ આરોગ્ય વિભાગ પાસે હોસ્પિટલમાં રહેલા દર્દીઓની સારવાર અંગેની સત્તા હોવા છતાં નિંદ્રાધીન કેમ રહી તેવા દર્દીઓના પરિવારજનો સવાલ ઉઠાવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ વારંવાર ઈમરજન્સી મંજુરી મેળવતા હોવા છતા આરોગ્ય વિભાગે તપાસ કેમ ન કરી તે એક જનતાનો સવાલ છે. ડોક્ટરો માત્ર મંજુરી આપે છે, પરંતુ તપાસ કેમ નહી કરી તેનો કોઈ જવાબ હાલ મળી રહ્યો નથી. વારંવાર મંજૂરી મેળવતા હોવા છતાં તંત્ર નિંદ્રાધીન રહ્યું તેવું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ સ્કેમ: ગુજરાત મેડિકલ કાઉન્સિલ નહોર વગરનો વાઘ સાબિત થઈ
આ પણ વાંચો: PMJAY યોજના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલે ધડાધડ કર્યા ક્લેઈમ : 43 મહિનામાં જ 26.48 કરોડના ક્લેઈમ
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન : હાથની સારવાર કરાવવા ગયા અને કરી નાંખી હાર્ટની સર્જરી
