બનાસકાંઠા,
બનાસકાંઠા આગથળા પોલીસ સ્ટેશનમાં ગુનેગારો ટીકટોક વિડીયો બનાવ્યો છે.જે હાલ તે સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આરોપીઓ બીંદાસ પોતાના વિડીયો બનાવી રહ્યા છે.
તો બીજી સવાલએ થાય છે કે પોલીસ ક્યા છે.જ્યારે આ વિડીયો પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે શું પોલીસ ઘોર નિંદ્રામાં હતી. પોલીસની બેદરકારીના કારણે આવા માથાભારે તત્વો પોલીસની ચેમ્બરમાં ટિકટોકમાં વીડિયો બનાવે છે.
આ વીડિયો કઈ રીતે બનાવ્યો અને ગુનેગારો પાસે મોબાઈલ કઈ રીતે આવ્યો તેવા અનેક પ્રશ્નો હાલ ઊભા થઈ રહ્યા છે.પોલીસ સ્ટેશનમાં ગુનેગારોનો ટિકટોકમાં વીડિયો બનાવવાનો આ પહેલો બનાવ છે.હવે જોવાનું એ રહ્યું કે હવે આગળ કેવી કાર્યવાહી થાય છે શું આ મામલે યોગ્ય પગલા લેવાશે..?
આપને જણાવી દઈએ કે આ વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
