Not Set/ BCCIની ખરડાયેલી છબી સાથે પદભાર સંભાળશે સૌરવ ગાંગુલી …!!

બીસીસીઆઈમાં હવે એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે કે બીસીસીઆઈ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને નવા અધ્યક્ષ બનાવવાની તૈયારીમાં છે. આ માટે ગાંગુલી પોતાની ઉમેદવારી નોંધાવવા માટે મુંબઈ આવી પહોંચ્યા છે. એવામાં ગાંગુલીના એક નિવેદન પરથી આ વાતને વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે, હું એવા સમયે […]

Sports

બીસીસીઆઈમાં હવે એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે કે બીસીસીઆઈ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને નવા અધ્યક્ષ બનાવવાની તૈયારીમાં છે. આ માટે ગાંગુલી પોતાની ઉમેદવારી નોંધાવવા માટે મુંબઈ આવી પહોંચ્યા છે. એવામાં ગાંગુલીના એક નિવેદન પરથી આ વાતને વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે, હું એવા સમયે બીસીસીઆઈના અધ્યક્ષ તરીકેનું પદ સંભાળવા જઈ રહ્યો છું કે જ્યારે બીસીસીઆઈની છબી ખરડાઈ ચૂકી છે.

તમામ સમીકરણોને ધ્યાનમાં રાખતા ગાંગુલીને બીસીસીઆઈ અધ્યક્ષ બનાવવાનું લગભગ નક્કી જેવું જ છે. બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ પોતાની નવી જવાબદારીને ખૂબ જ પડકારરૂપ ગણાવતા કહ્યું કે આ તેમના માટે કંઈક શ્રેષ્ઠ કરવા માટેનો એક અવસર છે, કારણકે હું એવા સમયે આ પદ ગ્રહણ કરવા જઈ રહ્યો છું કે જ્યારે બીસીસીઆઈની છબી કોઈને કોઈ કારણોસર દુનિયાભરમાં ખરડાઈ રહી છે.

બીસીસીઆઈના અધ્યક્ષ પદની હરિફાઈમાં બ્રિજેશ પટેલને ધોબી પછાડ આપી આ પદ માટે ગાંગુલી એક માત્ર ઉમેદવાર છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ગાંગુલીએ બીસીસીઆઈના અધ્યક્ષ પદના પડકારો અને ભવિષ્ય પર પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું. હું એવા સમયે બીસીસીઆઈનું અધ્યક્ષ પદ સંભાળવા જઈ રહ્યો છું જ્યાર છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડની સ્થિતિ જરા પણ સારી નથી રહી. મારા માટે કંઈક સારું કરવા માટે આ સુવર્ણ અવસર છે.

ભૂતપુર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ નવા અધ્યક્ષ બનવાનું લગભગ નક્કી છે, તો અમિતશાહના પુત્ર જય શાહને સચિવનો હોદ્દા પડે નિયુક્તિ થશે. બીસીસીઆઈના પૂર્વ સદસ્ય રાજીવ શુક્લાએ મુંબઈમાં આ જાહેરાત કરી હતી.  ગાંગુલી સિવાય અન્ય કોઈ સદસ્યે આ પદ માટે નામાંકન કર્યું ન હતું. આ અંગેની સત્તાવાર જાહેરાત 23 ઓક્ટોબરના રોજ થશે.

ગાંગુલી બીસીસીઆઈના પહેલા અધ્યક્ષ હશે કે જેમની પાસે 400 ઇન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ છે. તેમણે 424 મેચ રમી છે. ગાંગુલીની પહેલા 1954થી 1956 સુધી 3 ટેસ્ટ રમનાર મહારાજ ઓફ વિજયનગરમ પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે. 223 મેચ રમનાર સુનિલ ગાવસ્કર અને 34 મેચ રમનાર શિવલાલ યાદવ પણ 2014માં અંતરિમ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ અધ્યક્ષ બનશે તો તેમની અવધી સપ્ટેમ્બર, 2020 સુધી રહેશે. ગાંગુલી છેલ્લા 5 વર્ષ અને 2 મહિનાથી બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ છે. નવા નિયમો અનુસાર કોઈ પણ સદસ્ય 6 વર્ષથી વધુ સમય આ પદ પર રહી શકશે નહીં. તેથી તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2020માં સમાપ્ત થઇ જશે. ગાંગુલીએ કહ્યું કે, આ મારા માટે કંઈક સારું કરવાની તક છે. હું એવા સમયે આ પદ પર બેસવા જઈ રહ્યો છું કે જ્યારે બોર્ડની છબી સતત ખરાબ થઈ રહી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના નવા સચિવ બનશે. જ્યારે અરૂણ ધૂમલ બીસીસીઆઈના નવા ખજાનચી બનશે. ધૂમલ બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અને નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ છે. બીસીસીઆઈના વિવિધ પદો માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જો કે, ચૂંટણી યોજાવાની સંભાવના નથી કારણ કે ઘણા દિવસોથી ચાલતી લોબી પછી બધા પદ લગભગ નિશ્ચિત છે. આ નિર્ણયો પર બોર્ડના સભ્યો બે જૂથમાં વહેચાઈ ગયા હતા. તેમાં એક અનુરાગ ઠાકુર અને બીજા એન શ્રીનિવાસનનું જૂથ હતું. શ્રીનિવાસન જૂથ બ્રિજેશ પટેલને અધ્યક્ષ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ અંતે અનુરાગના જૂથના ઉમેદવારના નામ પર જ સહમતિ થઈ ગઈ હતી.

સૌરવ ગાંગુલી એક શાનદાર ખેલાડીની સાથે સારા કપ્તાન પણ હતા. તેમણે ઘણી વાર અન્ય ખેલાડીઓને તક આપવા માટે ટીમના પોતાની જગ્યાનો ત્યાગ કર્યો હતો. ગાંગુલીએ 2008માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે પછી જગમોહન ડાલમિયાએ બંગાળ ક્રિકેટ એસોસિયેશન સાથે જોડ્યા હતા. 2015માં ડાલમિયાના નિધન પછી ગાંગુલી ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ બન્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.