Not Set/ સ્પોર્ટ્સ/ ધોનીને BCCI એ આપ્યો મોટો ઝટકો, શું હવે નહી રમી શકે ટી-20 વર્લ્ડ કપ? જાણો

મહેન્દ્રસિંહ ધોનીનાં ચાહકો માટે અત્યાર સુધીનાં સૌથી નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ ધોનીને મોટો ઝટકો આપ્યો છે, જેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ધોની ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આઇસીસી ટી-20 વર્લ્ડ કપ માટે ભાગ્યે જ ટીમનો ભાગ બની શકે છે. જણાવી દઇએ કે, બીસીસીઆઈએ ગુરુવારે વાર્ષિક […]

Top Stories Sports

મહેન્દ્રસિંહ ધોનીનાં ચાહકો માટે અત્યાર સુધીનાં સૌથી નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ ધોનીને મોટો ઝટકો આપ્યો છે, જેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ધોની ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આઇસીસી ટી-20 વર્લ્ડ કપ માટે ભાગ્યે જ ટીમનો ભાગ બની શકે છે. જણાવી દઇએ કે, બીસીસીઆઈએ ગુરુવારે વાર્ષિક કરાર કરનારા ખેલાડીઓનાં નામની ઘોષણા કરી હતી. ધોનીને બીસીસીઆઈની યાદીમાંથી બહાર કરી દેવામાં આવેલ છે.

Image result for dhoni and bcci

ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ ગુરુવારે વર્ષનો કરાર જાહેર કર્યો છે. આ કરાર યાદીમાં સૌથી મોટી વાત એ છે કે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. એમ.એસ. ધોનીને કોઈ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. મળતી માહિતી મુજબ, એ+ કેટેગરીમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ ફક્ત ત્રણ ખેલાડીઓ છે, સમગ્ર યાદીમાં એમએસ ધોનીને કોઈ સ્થાન આપવામાં આવ્યુ નથી. કરાર ઓક્ટોબર 2019 થી સપ્ટેમ્બર 2020 નાં સમયગાળા માટે છે. ટીમમાં ધોનીનાં ભાવિ વિશેનાં પ્રશ્નો લાંબા સમયથી ચર્ચામાં છે અને તેમને વાર્ષિક કરારમાંથી બાકાત રાખવાનો નિર્ણય સંભવિત અંત સૂચવે છે, એવું માનવામાં આવે છે.

Related image

આજે જ્યારે મહેન્દ્રસિંહ ધોનીને કોઈ પણ કેટેગરીમાં મૂકવામાં આવ્યો નથી, ત્યારે તમારે તે પણ જાણવું જરૂરી છે કે મહેન્દ્રસિંહ ધોનીને અત્યાર સુધી કઈ કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. ગયા વર્ષે બીસીસીઆઈએ ધોનીને એ કેટેગરીમાં મૂક્યો હતો, પરંતુ હવે તે પડતો મૂકાયો છે. બીસીસીઆઈનાં ટ્વીટર પર આ માહિતી શેર કરવામાં આવી છે, પરંતુ ધોની વિશે ખાસ કંઈ કહેવામાં આવ્યું નથી. જો કે આ સમગ્ર ઘટના પરથી સમજી શકાય છે કે મહેન્દ્રસિંહ ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હવે પૂર્ણ થવાનાં આરે છે.

મહેન્દ્રસિંહ ધોનીએ 9 જુલાઈ, 2019 નાં રોજ વર્લ્ડ કપનાં સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમી હતી, ત્યારબાદ ભારતીય ટીમ ઘરેલુ અને બહાર સતત રમી રહી છે, પરંતુ તેઓ હજી ટીમમાં જોડાયા નથી. તેના ભાવિ અને કારકિર્દી અંગે સતત પ્રશ્નો ઉભા થયા છે, પરંતુ ધોની હવે ક્રિકેટ રમશે કે કેમ તે સ્પષ્ટ રીતે કોઈ જણાવી શક્યું નથી. જો કે, જ્યારે લગભગ બે મહિના પહેલા ધોનીને આ વિશે પૂછવામાં આવ્યું હતુ ત્યારે તેણે કહ્યું હતુ કે આ માટે જાન્યુઆરી સુધી રાહ જોવી જોઈએ. આ ક્ષણે તેઓ કઇ જ કહી શકશે નહીં. હવે જાન્યુઆરીનો મહિનો ચાલી રહ્યો છે, હવે તેઓ શું નિર્ણય લેશે તે જોવું રસપ્રદ રહેશે.

કોને મળ્યો કયો ગ્રેડ

ગ્રેડ A +: કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ

ગ્રેડ A: આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, શિખર ધવન, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, રિષભ પંત

ગ્રેડ B: રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલ

ગ્રેડ C: કેદાર જાધવ, નવદીપ સૈની, દિપક ચહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર અને વોશિંગ્ટન સુંદર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.