Not Set/ #CAB/ શિવસેનાએ મારી પલટી – JDUમાં ઉઠ્યા વિરોધનાં સુર, શું થશે પાસ?

નાગરીક સુધારણા બિલ મામલે ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર માટે એક પછી એક માઠા સમાચારો આવી રહ્યા હોય તેમ લોકસભામાં બિલનું સમર્થન કરનારી એક પછી એક પાર્ટી રાજ્યસભામાં બિલના વિરોધમાં જતી જોવામાં આવી રહી છે. લોકસભામાં JDU અને શિવસેના દ્વારા આ બિલનું સમર્થન કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ JDUનાં સાંસદો બિલનાં વિરોધનો સુર આલોપી રહ્યા […]

Top Stories India

નાગરીક સુધારણા બિલ મામલે ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર માટે એક પછી એક માઠા સમાચારો આવી રહ્યા હોય તેમ લોકસભામાં બિલનું સમર્થન કરનારી એક પછી એક પાર્ટી રાજ્યસભામાં બિલના વિરોધમાં જતી જોવામાં આવી રહી છે. લોકસભામાં JDU અને શિવસેના દ્વારા આ બિલનું સમર્થન કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ JDUનાં સાંસદો બિલનાં વિરોધનો સુર આલોપી રહ્યા છે. તો શિવસેના દ્વારા તો સમર્થન મામલે પલટી જ મારી દેવામાં આવી છે.

શિવસેનાએ પલટી મારી

શિવસેનાએ નાગરિકતા સંશોધન બિલ મામલે રાજ્યસભામાં ભાજપ – એનડીએનો સાથ દેવાનાં મામલે પલટી મારી દીધી છે. શિવસેના દ્વારા હવે ભાજપને રાજ્યસભામાં બિલ પારીત કરવા મામલે સપોર્ટ નહીં કરે. શિવસેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જ્યાં સુધી બિલ અંગેની કેટલીક સ્પષ્ટતાઓ નહી થાય ત્યાં સુધી બિલ પર શિવસેના કેન્દ્ર સરકારનુ સમર્થન નહી કરે.

નાગરિકતા સંશોધન બિલ અંગે આખરે શિવસેનાએ પલટી મારી છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રનાં CM ઉધ્ધવ ઠાકરેએ આ મુદ્દે ભાજપને ઘેરતા કહ્યું હતું કે,  જ્યાં સુધી બિલ અંગેની કેટલીક સ્પષ્ટતાઓ નહી થાય ત્યાં સુધી બિલ પર શિવસેના કેન્દ્ર સરકારનુ સમર્થન નહી કરે. ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, જા કોઈ ભાજપ સાથે અંસમત હોય તો તેમના માટે તે દેશદ્રોહી બની જાય છે. આ ભાજપનો ભ્રમ છે. ભાજપને એવુ છે કે, માત્ર અમારી જ પાર્ટીને દેશની પડેલી છે.શિવસેનાએ નાગરિકતા સંશોધન બિલને લઈને કેટલાક સૂચનો કર્યા છે. અમારી ઈચ્છા છે કે, રાજ્યસભામાં તેના પર ચર્ચા કરવામાં આવે. જેમ કે શરણાર્થી ક્યાં રહેશે, કયા રાજ્યમાં રહેશે. આવી અનેક બાબતે સ્પષ્ટ કરવામાં આવે. તો અને ત્યાર બાદ અમે બિલ મામલે શું પગલું લેવું તે નક્કી કરીશું.

જનતા દળ યુનાઇટેડનાં સાંસદો દ્વારા પણ નિતીશ કુમારેને કરાઇ ફેર વિચારની માંગ 

સાથે સાથે બિહાર – નિતીશ કુમારની પાર્ટી, જનતા દળ યુનાઇટેડ દ્વારા પણ લોકસભામાં બિલને ટેકો આપવામાં આવ્યો હતો. પરંતુ JDUની થિંકટેન્ડ સમાન ગણાતા JDUનાં મહામંત્રી પ્રશાંત કિશોર દ્વારા બિલનો ભારે વિરોધ કરવામાં આવ્યા બાદ, હવે JDU સાંસદ પવન વર્મા દ્વારા પણ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પવન વર્મા દ્વારા નિતીશ કુમારને બિલનાં સમર્થનમાં જવા મામલે ફરી એકવાર વિચાર કરવાની પણ માંગ કરવામાં આવી છે. આમ નાગરીક સુઘારણા બિલ મામલે ભાજપનાં જ સાથી પક્ષ અને હાલ એનડીએમાં ભાજપ પછી સૌથી મોટા પક્ષમાં પણ તિરાડ જોવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.