Surat Teacher Suicide Case: સુરત સિટીના નાનીવેડમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો થયો છે. પોલીસને મળેલા 3000 પાનાના એફએસએલ (FSL) રિપોર્ટના આધારે ચોંકાવનારી માહિતી સામે આવી છે.
પોલીસે આરોપી અને શિક્ષિકા વચ્ચેના જીમેલ ચેટ(gmail chat)ની ચકાસણી કરતાં માહિતી સામે આવી કે સગીર આરોપીએ અનેક વખત શિક્ષિકા સાથે શારીરિક સંબંધ(Physical Relation) બાંધ્યા હતા. આ દરમિયાન બે વાર શિક્ષિકાનો ગર્ભપાત (Abortion)કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી દ્વારા શિક્ષિકાને નશીલો પદાર્થ આપવામાં આવતો હતો, જેથી તેના પર તેની અસર વધારવામાં આવતી હતી!
હાલમાં સગીર આરોપીએ જામીન માટે અરજી કરી છે, પરંતુ ફરિયાદી તરફના વકીલએ કોર્ટમાં દલીલ કરી છે કે મામલો અત્યંત ગંભીર છે. વકીલે ગર્ભપાત સંબંધિત કલમો અને પોક્સો(POSCO)અધિનિયમની કલમ ઉમેરવાની માગ કરી છે.
આ ખુલાસા બાદ પોલીસ દ્વારા આરોપીની સામેની કાર્યવાહી વધુ કડક બનવાની સંભાવના છે. સમાજમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની રહી છે.
આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી
આ પણ વાંચો:સુરતની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, 8 ડીસીપી તરીકે મહિલા અધિકારી
