Relationship News/ સેક્સ દરમિયાન જો મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં કોન્ડોમ ફસાઈ જાય તો શું કરવું? અપનાવો આ રીત

સેક્સ દરમિયાન યોનિમાર્ગમાં કોન્ડોમ(Condom) ફસાઈ જવાની સમસ્યાથી બચવા અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે નિષ્ણાતોએ કેટલીક ખાસ ટિપ્સ જણાવી છે. આ સ્થિતિમાં ગભરાયા વગર ચેપ અને ગર્ભાવસ્થાનું જોખમ કેવી રીતે ટાળવું તે વાંચો.

Top Stories Tips & Tricks Health & Fitness Lifestyle Relationships
Condom

Condom Stuck in Vagina Removal Tips: સામાન્ય રીતે અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) એટલે કે જાતીય સંક્રમણના જોખમને ઓછું કરવા માટે કોન્ડોમનો (Condom) ઉપયોગ સૌથી સુરક્ષિત અને ઉત્તમ માનવામાં આવે છે. સેક્સ્યુઅલ લાઇફને સેફ અને પ્લેઝરથી ભરપૂર રાખવા માટે આ બહુ જરૂરી છે. પરંતુ ઘણીવાર અજાણતા અથવા કેટલીક ભૂલોના કારણે સેક્સ દરમિયાન કોન્ડોમ યોનિમાર્ગમાં (Vagina) અંદર જ ફસાઈ જવાની અજીબોગરીબ ઘટના બને છે. આવું થવા પર મહિલાઓમાં અસામાન્ય ડિસ્ચાર્જ, બ્લીડિંગ અને પેલ્વિક પેઈન (પેડુનો દુખાવો) જેવી શારીરિક સમસ્યાઓ વધવા લાગે છે અને પ્લેઝર આપનારો સંબંધ ચિંતાનું કારણ બની જાય છે.

Condom

યોનિમાર્ગમાં Condom ફસાવાના મુખ્ય કારણો શું છે?

તબીબી નિષ્ણાતોના મતે, આ સમસ્યા પાછળ મુખ્યત્વે 2 કારણો જવાબદાર હોઈ શકે છે:

યોનિમાર્ગમાં સૂકાપણું (Vaginal Dryness): સેક્સ દરમિયાન પ્રાઈવેટ પાર્ટ પ્રોપર લ્યુબ્રિકેટ હોવો ખૂબ જ જરૂરી છે. લ્યુબ્રિકેશનની ઉણપના કારણે ઘર્ષણ વધે છે અને કોન્ડોમ લપસીને અંદર જ રહી જવાનું કે ફાટી જવાનું જોખમ વધી જાય છે.

કોન્ડોમની ખોટી સાઈઝ: કોન્ડોમ ખરીદતા પહેલાં તેની સાઈઝ ચેક કરવી જરૂરી છે. જો સાઈઝ ખૂબ મોટી કે ખૂબ નાની હોય, તો તે પરફેક્ટ ફિટ થતું નથી અને સંબંધ દરમિયાન સરળતાથી નીકળી જાય છે.

આ ઉપરાંત, નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, જો સંબંધ પૂરો થયા પછી પાર્ટનરનું ઇરેક્શન ઓછું થઈ જાય, તો પણ કોન્ડોમ લપસી જવાનો ખતરો રહે છે. તે વળીને અથવા તૂટીને શરીરની અંદર ફસાઈ શકે છે.

Condom

શું કોન્ડોમ ફસાવાથી પ્રેગ્નન્સી અને ઇન્ફેક્શનનો ખતરો વધે છે?

નિષ્ણાતો અને ટીન હેલ્થ રિપોર્ટ્સ અનુસાર, જો સેક્સ પછી કોન્ડોમ (Condom) અંદર જ રહી જાય, તો તેનાથી માત્ર સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) નો ખતરો જ નથી વધતો, પરંતુ ગર્ભધારણ (Pregnancy) થવાના ચાન્સ પણ ખૂબ વધી જાય છે. આથી આવી સ્થિતિમાં જરાય સમય બગાડવો જોઈએ નહીં.

Condom

જાણો Condom ને બહાર કાઢવાની સાચી પદ્ધતિ

જો તમારી સાથે આવું થાય, તો ગભરાવા કે શરમાવાને બદલે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

પગલું 1: સૌથી પહેલા તમારા નખ બરાબર કાપી લો અને હાથને સાબુ-પાણીથી સ્વચ્છ ધોઈ લો, જેથી અંદર ઇન્ફેક્શન કે ઇજા ન થાય.

પગલું 2: હવે કમોડ કે ટૉઇલેટ સીટ પર કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસો. ઊભા રહીને નીચે તરફ ઝૂકવાથી (Squatting) પણ કોન્ડોમ આપમેળે બહારની તરફ સરકે છે.

પગલું 3: તમારી આંગળી પર થોડું લ્યુબ્રિકન્ટ લગાવો અને આંગળીને હુક (Hook) જેવો આકાર આપીને યોનિમાર્ગમાં નાખો અને કોન્ડોમને (Condom)  ધીમેથી બહાર ખેંચી લો.

ધ્યાન રાખો કે કોન્ડોમ(Condom) સંપૂર્ણપણે બહાર નીકળે, તેનો કોઈ ટુકડો અંદર ન રહેવો જોઈએ. જો તમે તેને કાઢવામાં સફળ ન થાઓ, તો તાત્કાલિક કોઈ ગાયનેકોલોજિસ્ટ (નિષ્ણાત ડૉક્ટર) નો સંપર્ક કરો અને ગર્ભનિરોધક ગોળીઓ (Contraceptive Pills) વિશે તેમની સલાહ લો.

Condom

ભવિષ્યમાં આ સમસ્યાથી બચવા માટેની સાવચેતી

સંબંધ પૂરો થતાં જ ઇરેક્શન ઓછું થાય તે પહેલાં કોન્ડોમના બેઝ (નીચેના ભાગ) ને પકડીને સુરક્ષિત રીતે બહાર કાઢો.

હંમેશાં સાચી સાઈઝ અને સારી ક્વોલિટીના જ કોન્ડોમનો(Condom)ઉપયોગ કરો.

પ્રાઈવેટ પાર્ટ પર પૂરતા પ્રમાણમાં લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરો જેથી સ્મૂધનેસ જળવાય અને કોન્ડોમ(Condom) ફાટે કે લપસે નહીં.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: IVF પહેલા જાણો આ વાતો! ફર્ટિલિટી ક્લિનિકમાં શું થાય છે અને કેટલો આવે છે ખર્ચ?

આ પણ વાંચો: ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓમાં સેક્સ કરવું કેટલું સુરક્ષિત? નિષ્ણાતોએ આપ્યા મહત્વના સૂચનો

આ પણ વાંચો:ફ્લેવર્ડ કોન્ડમ વાપરતા પહેલા વાંચી લેજો આ ચેતવણી, મહિલાઓમાં વધી શકે છે ઈન્ફેક્શનનું જોખમ