Relationship News/ શું ઘર અને ઓફિસનો કામનો બોજ તમારી સેક્સ લાઈફને બગાડી રહ્યો છે? જાણો બચવાના ઉપાયો

આજની ભાગદોડભરી જિંદગીમાં ઘર અને ઓફિસના કામનો બોજ કપલ્સની Intimacyને કેવી રીતે અસર કરે છે તે જાણો. શારીરિક થાક અને માનસિક તણાવને કારણે આવતા અંતરને ઘટાડવાની રીતો વિશે વાંચો.

Trending Tips & Tricks Lifestyle Relationships
Intimacy

Work Stress and Intimacy: આજના સમયમાં સ્ત્રીઓ સવારથી સાંજ સુધી સતત કામમાં વ્યસ્ત રહે છે. બાળકોને તૈયાર કરવા, રસોઈ બનાવવી અને ત્યારબાદ ઓફિસની ડેડલાઈન તથા મિટિંગ્સનો સામનો કરવો—આ બધું મળીને માનસિક અને શારીરિક રીતે તેમને તોડી નાખે છે. જ્યારે રાત્રે તેઓ ઘરે પરત ફરે છે, ત્યારે પણ ઘરની જવાબદારીઓ પૂરી થતી નથી. પરિણામે, બેડ પર પહોંચતા જ ઇન્ટિમસીને (Intimacy) બદલે માત્ર ઊંઘવાની અને આરામ કરવાની તીવ્ર ઈચ્છા જાગે છે.

Intimacy

વધતો જતો મેન્ટલ લોડ (Mental Load)

લગ્નના થોડા સમય બાદ જ્યારે ઘરની જવાબદારીઓ વધે છે, ત્યારે મેન્ટલ લોડ પણ વધવા લાગે છે. બાળકોની ફી, ઘરના બિલ અને ઓફિસના તણાવને કારણે મન હંમેશા વ્યસ્ત રહે છે. જ્યારે કપલ્સ બેડ પર સાથે હોય છે, ત્યારે પણ તેમના મગજમાં બીજા દિવસના કામની ચિંતા ચાલતી હોય છે. આ માનસિક થાક એકબીજા સાથેના રોમાંચક સમયને માણતા અટકાવે છે.

Intimacy

શારીરિક થાક અને ચીડિયાપણું 

આખો દિવસ ઓફિસમાં એક જ ખુરશી પર બેસી રહેવાને કારણે કમરનો દુખાવો, ગરદનની અકડન કે લાંબા સ્ક્રીન ટાઈમથી આંખોમાં બળતરા થવી સામાન્ય છે. આવી સ્થિતિમાં પાર્ટનર (Intimacy) માટે માત્ર ‘ઊંઘ’ જ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. જો આ સમયે એક પાર્ટનર શારીરિક રીતે નજીક આવવાની કોશિશ કરે, તો થાકને કારણે બીજા પાર્ટનરમાં ચીડિયાપણું કે ગુસ્સો પેદા થઈ શકે છે, જે ધીમે-ધીમે અંતર વધારે છે.

Intimacy

Intimacy દરમિયાન કોમ્યુનિકેશનમાં કમી

જવાબદારીઓના બોજ નીચે દબાયેલા કપલ્સ વચ્ચે વાતચીત પણ માત્ર કામ પૂરતી મર્યાદિત બની જાય છે. બિલ ભરવા, ઘરનો સામાન લાવવો કે બાળકોના અભ્યાસ સિવાય બીજી કોઈ પર્સનલ વાતો થતી નથી. એકબીજા સાથે હસવું-મજાક કરવી કે મસ્તી કરવી સાવ બંધ થઈ જાય છે. જ્યારે ઈમોશનલ કનેક્શન નબળું પડે છે, ત્યારે તેની નકારાત્મક અસર શારીરિક સંબંધો અને ઇન્ટિમસી પર પણ પડે છે.

Intimacy

આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું?

સંબંધોમાં ઉષ્મા જાળવી રાખવા માટે જરૂરી છે કે કપલ્સ એકબીજાની જવાબદારી (Intimacy) વહેંચે. સાથે જ, દિવસમાં ઓછામાં ઓછી 15 મિનિટ એવી રાખો જ્યાં માત્ર તમે અને તમારા પાર્ટનર હોવ અને કામની કોઈ વાત ન હોય. નાના-નાના સ્પર્શ અને પ્રેમભરી વાતો થાક દૂર કરવામાં અને ઈમોશનલ કનેક્શન મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.


આ પણ વાંચો: પ્રાચીન ભારતમાં સેક્સ પર પ્રતિબંધ નહોતો, મંદિરોની દિવાલો પર કંડારેલું છે ‘કામસૂત્ર’, જાણો રોચક ઇતિહાસ

આ પણ વાંચો: સેક્સ દરમિયાન પાર્ટનરને ક્યારેય ના કહેશો આ 5 વાતો, સુખી લગ્નજીવન માટે જાણી લો આ ખાસ ટિપ્સ