મુંબઈ
અક્ષય કુમારની કામ કરવાની શૈલી બોલીવુડના અન્ય સ્ટાર્સ કરતા અલગ છે. જ્યારે અન્ય સ્ટાર એક સમયે એક કે બે ફિલ્મો કરવાનું પસંદ કરે છે, ત્યારે અક્ષય કુમાર ત્રણથી ચાર ફિલ્મો એક વર્ષ માં કરવાનું પસંદ કરે છે અને તેમની ફિલ્મો સતત સફળતા મેળવે છે.
તાજેતરમાં રિલીઝ થયેલા અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’ 100 કરોડ ક્લબમાં સામીલ થઇ ગઈ છે. જોકે, સો કરોડની ફિલ્મની સફળતા માટે કોઈ સ્કેલ નથી, પરંતુ કોઈ પણ ફિલ્મ માટે આટલું બિઝનેશ કરવું સરળ નથી.
અહીં જાણો અક્ષય કુમારની 100 કરોડ ક્લબમાં કુલ મળીને 9 ફિલ્મોનો સમાવેશ થઇ ચુક્યો છે.
ટોયલેટ એએક પ્રેમ કથા
આ ફિલ્મે બોક્સ ઓફિસમાં 134.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
રાઉડી રાઠોડ
ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ બોક્સ ઓફિસ પર કુલ 133 કરોડ રૂપિયાનું કલેક્શન બનાવ્યું હતું.
એઅરલિફ્ટ
મુવી ‘એઅરલિફ્ટ’ 129 કરોડનું કલેક્શન બનાવીએ 100 કરોડ ક્લબમાં પોતાની જગ્યા બનાવી હતી.
રુસ્તમ
ફિલ્મ ‘રુસ્તમ’ મુંબઈના મશહૂર નાણાવટી કેસ ઉપરથી બનેલી આ મુવી અક્ષય કુમાર મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મે કુલ 128 કરોડનું કલેક્શન બનાવ્યું હતું.
જોલી એલ એલ બી-2
‘જોલી એલ એલ બી’ બોક્સ ઓફિસ પર 117 કરોડનું કલેક્શન બનાવીએ 100 કરોડ ક્લબમાં પોતાની જગ્યા બનાવી હતી.
હાઉસફુલ-2
અક્ષય કુમારની આ કોમેડી ફિલ્મે પણ પોતાની જગ્યા 100 કરોડ ક્લબમાં બનાવી હતી.
હાઉસફુલ-3
109 કરોડ રુપીયાવ્નું કલેક્શન બનાવીએ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી હતી.
ગોલ્ડ
આ મુવીઈએ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ કલેક્શન માટે આ ફિલ્મે 13 દિવસનો સમય લીધો હતો. 13 દિવસમાં આ મુવીએ 100.45નો આંકડો પાર કરી ચુકી છે.
100 કરોડમાં સૌથી વધુ ફિલ્મો આપવાના મામલમાં અક્ષય કુમાર બીજા નંબર પર છે. તેઓએ અજય દેવગણને પાછળ છોડી દીધા છે. અક્ષયની 8 મી ફિલ્મ આ ક્લબમાં શામિલ છે. શાહરૂખ ખાન 7 ફિલ્મો સાથે 4 નંબર પર છે.
જ્યાં સુધી સૌથી વધુ 100 કરોડથી વધુ કલેક્શન કરનાર ફિલ્મોનો સવાલ છે તો સલમાન ખાન નંબર વન પોજિશન પર છે. તેઓએ 13 ફિલ્મો આ ક્લબને આપી છે.
