કોરોના એક બૌદ્ધિક વાઇરસ કે આમાંથી કોઈ બીજી બૂ આવી રહી છે ???
@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક
મિત્રો એક કલ્પના કરો કે, કોઈ તેવી ચીજ કે જે નિરાકાર છે, જેને દિમાગ નથી, બુદ્ધિ નથી તેમછતાં તે તેના ટાર્ગેટ અને સમય નક્કી કરી તમને બાનમાં લઇ શકે છે. .. તમને ઘમરોળી શકે છે. , તમને તહશ-નહશ કરી છે .?? હા, તમને નુકસાન પહોંચાડવાની ક્ષમતા તો અમીબા જેવા એક કોશી જીવમાં પણ છે. પરંતુ તે સમય અને ટાર્ગેટ નક્કી ન કરી શકે. ઝાપટે ચડવાથી નિર્જીવ ચીજ પણ નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે અહીં કહેવાનો આશય છે કે, નુકસાન પહોંચાડનારી સજીવ કે નિર્જીવ ચીજ તક મળે તેનો રોલ ભજવતી હોય છે..

પરંતુ એક કોરોના છે કે, જે આમાંથી બાકાત છે.. આ વાઇરસ કે રોગચાળો કે પેંડેમીક તે સૌથી નોખો હોવાનું પેશ કરી રહ્યો છે. તેની વર્તુણક મુજબ તેને બુદ્ધિ છે, તે સ્માર્ટ છે તે તેનો ગોલ અને સમય પણ નક્કી કરી શકે છે. પરંતુ શરત માત્ર તેટલી જ છે કે, તેની પાસે આ માટે ડેટા હોવો જોઈએ. તેણે નક્કી કરેલ પ્રથમ લહેર માં ઍંજેડ લોકો , ડાયાબિટીક્સ ના પેશન્ટ અને કો-મોર્બિડ લોકો હતા.

પછી બીજી લહેર પહેલા આ અંગે જાહેરાત પણ થઇ કે, હવે ટૂંકમાં બીજી લહેર આવશે , તે યુવાનોને મતલબ 40 ની આસપાસના લોકોને ટાર્ગેટ કરશે… અને સાલું આ બૌદ્ધિક વાઈરસના કોર્પોરેટ કંપનીના પ્લાન મુજબ જ તેનો ટાર્ગેટ પાર પડ્યો અને લોકો ની વાતો મુજબ પહેલી લહેર બીજી લહેર કરતા ખતરનાક સાબિત થઇ. વિચારો….મિત્રો વિચારો કે આટલું સજ્જડ પ્લાનિંગ કેવી રીતે કોઈ વાઇરસ કરી શકે? તેના ધાર્યા મુજબ દુનિયા કેવી રીતે તબાહ થઇ શકે? તમને વાતમાં દમ લાગે છે? વિચાર સાથે સંમત છો? હોવ કે ન હોવ વિચારો અવશ્ય.

કે શું આટલા ઐતિહાસિક વર્ષોમાં આવો વાઇરસ આવ્યો છે? જે તેની રૂપરેખા નક્કી કરે, ભવિષ્ય નક્કી કરે…ટાર્ગેટ નક્કી કરે…સમય નક્કી કરે…અને હવે તેણે ડંકે કી ચોટ પર નક્કી કર્યું છે કે, તેની ત્રીજી લહેરમાં તે બાળકોને અસર કરશે? સાબદા જાવ…હું ત્રાટકવા તૈયાર છું…આવું કોકોઇ રોગચાળાએ કોઈપણ રીતે જાહેર કર્યું હોય તેવું કોઈ ઉદાહરણ નથી.

પરંતુ કોરોના આ પ્રકારે વર્તી રહ્યો છે, ડિક્લેર કરી રહ્યો છે..શું તેને જબાન પણ હશે ? આ તો અમસ્તા જ આવા નવરા બેઠા વિચારો આવે છે તો થયું કે વાચક મિત્રો ને પૂછું કે શું આવું બને ખરું ? કે કઈ બીજી જ બૂ આમાંથી આવે છે? કોરોના ના નામે કોઈ આંતરરાષ્ટ્રીય ગિરોહ તો તેની રોટીઓ નથી શેકી રહી ને? કોઈ વૈશ્વિક રમતડી તો નથી ચાલી રહી ને? વૈશ્વિક ફાર્મા કંપનીઓનો તો આમાં કોઈ જાદુગરની જેમ હાથચાળો નથી ને? કેમ, કે આ રોગચાળાનો હિસ્ટ્રી જુવો તો તે ડેટા મળે તે મુજબ તેનો સ્વભાવ અને સમય બદલે છે. અને વળી કોરોના મામલે WHOo નું ચરિત્ર પહેલથી જ શકના દાયરા માં છે.

જેમાં હવે વૃધ્ધો અને યુવાનોને નો બાદ બાળકો બચ્યા છે કે, જેમાં પ્રત્યેક માટે-પિતાની જાન વસેલી હોય છે. જે લોકો વ્હાલને પાત્ર જ હોય છે. તેમછતાં એક ડેટા મુજબ 18 વર્ષ સુધીના આશરે 40 કરોડ બાળકો છે. જેમના માટે ફાઇઝર કંપની રસીની કિંમત લગભગ 3000 રૂપિયા રાખી છે. ત્યારે તેનો ઓછામાં ઓછો વેપાર એક લાખ 20 હજાર કરોડ રૂપિયા જેટલો થાય. અને અંદાજિત નફો ગણો તો 30 % લેખે 36 હજાર કરોડ જેટલો થાય. બોલો વિચારો.
![]()
મતલબ કે, ડર નો માહોલ બનાવી આ કંપનીઓ તેમની હાટડી ચલાવવા માંગે છે. અને આ માટે બીજી લહેર અને ત્રીજી લહેર જેવી લહેરો નો સિલસિલો ઉભો કરાય છે. જો, કે આ આખા ઘટનાક્રમમાં ઇન્ટરનેશનલ કંપનીઓની સાથે અમેરિકા એ જેમ 13 વર્ષ સુધીના બાળકોને મેં માં રાશિની છૂટ આપી તેમ તેમ જે તે દેશોએ પણ તેમને કોઈ રીતે ટેકો આપી ઉદાહરણ બનવું પડતું હોઈ શકે.

ત્યારે આ મામલે મોદીજી દેશી રસીઓને જે પ્રોત્સાહન આપી પડોસી ને પણ ભેટ ધરી રહ્યા છે.. તેનો વિરોધ કરવાને બદલે આ ઇન્ટરનેશનલ ફાર્મા કંપનીઓની નજરે જોવાનો પણ પ્રયત્ન કરો..
કેમ કે, એક લોજીક તો બહુ સ્પષ્ટ છે કે, કોઈ રોગચાળા કે વાઇરસ તેમનું ભવિષ્ય, ટાર્ગેટ અને આમ ઉમ્મર પ્રમાણે લોકોને ટાર્ગેટ ન કરી શકે. થોડુ બુદ્ધિથી વિચારશો તો ખ્યાલ આવશે કે, ઇતિહાસ માં આવા બોલતા રોગો પણ નોંધાયા છે કે, જે તેમનો ટાર્ગેટ સેટ કરે? અફવાઓનું બઝાર જાણે-અજાણે ફૂંકતા લોકોને પણ વિંનતી કે, થોડું બુદ્ધિથી ચાલો ….થોડું વિચારો હા.. તે વાત થોડું માની શકાય કે, વૃધ્ધોને થયો, તેમને રસી આપી, યુવાનોને થયો તેમને પણ રસી આપી, હવે બાળકો બચ્યા છે.

પરંતુ તે ન ભૂલો કે, કોઈપણ વાઇરસ પહેલા દિવસ થી જ યુવાન, વૃદ્ધ, બાળક, અમીર , ગરીબ કોઈપણ જાત- કે ધર્મ ના લોકોને એક સાથે થાય. તેમાં તબક્કા ન હોય..કે .રાહ ન હોય કે સમય પણ ન હોય.., વૃધ્ધો કે બાળકો ને પહેલા દિવસથી જ સાચવવાના હતા.. અને મુખ્ય બાબત કે, બાળકોને પ્રભુ જ સાચવે છે અને સાચવશે પણ કેમ કે, તેમની ઈંમ્યુનિટી સ્ટ્રોંગ હોય જ છે.. ત્યારે બીજું ના કરી શકો તો કઈ નહીં પરંતુ અફવાઓ ફેલાવવાનો હાથો ન બનો…અને સાથે જ સાવચેત અને એલર્ટ રહો કેમ કે., આ સમગ્ર મામલે ફાર્મા કંપનીઓથી લઇ ઇન્ટરનેશનલ લોબિંગ ચાલી રહ્યાની બૂ તો કોઈ ને કોઈ રીતે આવી જ રહી છે. લોજીકલી વિચારો બસ..
રીના બ્રહ્મભટ્ટ
