નવી દિલ્હી,
રાજધાની દિલ્હી સહિત NCR (નોન કેપિટલ રિજીયન)માં મંગળવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ બરફના કર પણ પડ્યા હતા.
Delhi: Heavy rain lashes the national capital; Visuals from Dhaula Kuan and Akbar Road pic.twitter.com/1N61BbV0tT
— ANI (@ANI) January 22, 2019
દિલ્હીના સુભાષ નગર, નરેલા, પંજાબી બાગ, ધૌલા, કુઆ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે બરફ પડ્યો છે. આ કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.
બીજી બાજુ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રવિવાર રાત્રિથી જ બરફ પાડવાનો શરુ થઇ ગયો હતો અને આ કારણે રાજ્યોના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ જામ થઇ ગયા છે તેમજ બરફના થર જામી ગયા છે.
#WATCH Munsiyari in Uttarakhand receives heavy snowfall pic.twitter.com/Uc8CHGQvtv
— ANI (@ANI) January 22, 2019
ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો, ચારધામમાંના એક કેદારનાથમાં સોમવારે ભારે હિમવર્ષા થઇ છે અને ત્યાનું તાપમાન માઈનસ ૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ તૂફાનને જોતા સ્થાનિક પ્રશાસન દ્વારા સરકારી સ્કૂલ તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
#WATCH Snow avalanche hits Jawahar tunnel in Qazigund. No loss of life or property reported. #JammuAndKashmir pic.twitter.com/CxGuxq9kqm
— ANI (@ANI) January 22, 2019
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં સોમવારે થયેલી બરફવર્ષાના કારણે નેશનલ હાઇવે બંધ થઇ ગયો છે તેમજ જવાહર ટનલ પણ બરફના તુફાનના ઝપેટમાં આવી છે. જો કે આ દરમિયાન કોઈ મોટી જાનહાનિ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
#WATCH Himachal Pradesh: Narkanda town in Shimla district receive snowfall. pic.twitter.com/YTiG3Ps9o1
— ANI (@ANI) January 22, 2019
હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ રવિવાર મોડી રાત્રિથી બરફવર્ષા શરુ થઇ ગઈ છે. આ કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે.
રાજ્યના કેલોંગમાં – ૩.૨ ડિગ્રી, કલ્પામાં – ૧.૨ ડિગ્રી, મનાલીમાં ૧.૬ ડિગ્રી, ધર્મશાળામાં ૫.૨ ડિગ્રી તેમજ ડલહૌજીમાં ૨.૨ ડિગ્રી જેટલું તાપમાન નોધાયું છે.
