Peanut oil/ સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બાનો ભાવ ત્રણ હજાર રૂપિયાને પાર

તહેવારોની રજા બાદના ચાર દિવસમાં ભાવમાં 130 રૂપિયાનો વધારો નોંધાયો છે.

Gujarat Rajkot Trending Business Videos

સામાન્ય લોકોમાં એક તરફ રાહત તો બાજી રાહત મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે સિંગતેલના ભાવ બે દિવસ બાદ આજે ફરી 30 રૂપિયાનો વધારો થયો છે. આમ તહેવારોની રજા બાદના ચાર દિવસમાં ભાવમાં 130 રૂપિયાનો વધારો નોંધાયો છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા પાર પહોંચ્યો છે.

રાજકોટમાં સિંગતેલ નવા ડબ્બાનો ભાવ રુપિયા 30ના સુધારાથી 3050થી 3100 થયો હતો. ગત મહિને ડબ્બો 3100નો થયા બાદ અંદાજીત 150 રુપિયા ઘટી ગયા હતા. પરંતુ ચોમાસાની ચિંતાના કારણે ફરી એક વખત તેજી થઇ છે અને ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

રાજય સરકારે પ્રાથમિક અંદાજે 39 લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ મુક્યો હતો, પરંતુ વેપારીઓના અંદાજે 24-25 લાખ ટન મગફળી ઉત્પાદન થાય તેવો અંદાજ છે. જેમાં 20 ટકાથી વધુ ગાબડુ પડી શકે તેમ હોવાનું જાણકારોનું માનવું છે.

આ પણ વાંચો: Himachal Pradesh/ દેશમાં મણિપુર જેવી વધુ એક ઘટના, મહિલાના વાળ કાપીને સરઘસ કાઢ્યું

આ પણ વાંચો: PM Modi’s Birthday/ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા

આ પણ વાંચો: ખેડા/ ઠાસરામાં અસામાજિક તત્વનો આતંક, શિવજીની સવારી પર પથ્થરમારો