અમદાવાદમાં ગઈકાલે સરકારી વસાહતના બે બ્લોક તુટી પડવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં તંત્રની પોલ ખુલી પડી હતી, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનુ મોત થયુ હતું, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત હતાં. ત્યારે ઇમારત પડવાના કારણે અફરા-તફરી મચી ગઇ હતી. જેને લઇને વડોદરામાં તંત્ર શહેરમાં આ પ્રકારના આવાસો અને ઇમારતોને લઇને દોડતું થયું છે.
વડોદરામાં સરકારી આવાસોમાં કોર્પોરેશનના 50થી વધુ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. દંતેશ્વરમાં આવેલા સરકારી આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે ચોંકાવનારી વાત તો છે કે, આ આવાસોમાં મકાન માલિકના બદલે ભાડુઆત રહેતા હોવાનો ખુલાસો બહાર આવ્યો છે.
100થી વધુ મકાનોમાં ભાડુઆત
ત્યારે 100થી વધુ મકાનોમાં ભાડુઆત મળી આવ્યા હતા. 824 મકાનોની આવાસ યોજનાઓ આવેલી છે. કોર્પોરેશનના અધિકારીએ મકાનોને તાળા માર્યા હતા અને શાસક કોર્પોરેટરોની રજુઆત બાદ કાર્યવાહી કરવામાં આવી છે.
કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ કે પછી દસ્તાવેજ આપવામાં આવ્યા જ નથી
તો બીજી બાજુ અમદાવાદ ઓઢવ આવેલ આવાસ યોજના માંથી બે બ્લોક ધરાશાઈ થયા હતા તેની હકીકતની ચકાસણી કરતા માલુમ પડ્યું કે જે લોકો ત્યાં રહે છે તેમને કોઈ પ્લાન કે કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ કે પછી દસ્તાવેજ આપવામાં આવ્યા જ નથી.
માત્રને માત્ર એક પાવતી આધારે મકાનો આપી દેવામાં આવ્યા છે અને તેથી જ જેટલા ગરીબ લોકો ત્યાં રહે છે તેમની જોડે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જ નથી તેથી માલુમ પડે છે કે ગરીબ લોકોને કોઈપણ પ્રકારની જાણ ન હોવાને કારણે તેઓ અત્યારે લાચાર જોવા મળી રહ્યા છે.
