Not Set/ ઇન્ડોનેશિયામાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ

ઉત્તર માલુકુ પ્રાંતના કાંઠા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ગુરુવારે મોડી સાંજે ઇન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. શુક્રવારે મીડિયા રિપોર્ટ પરથી આ માહિતી મળી છે. યુ.એસ. ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, તેર્નેટ શહેરના ઉત્તર પશ્ચિમમાં 139 કિલોમીટર ( 86 માઇલ) વિસ્તારમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. અગાઉ, યુ.એસ. ભૂસ્તરશાસ્ત્રીય સર્વે એજન્સીએ ભૂકંપની […]

Top Stories World

ઉત્તર માલુકુ પ્રાંતના કાંઠા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ગુરુવારે મોડી સાંજે ઇન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. શુક્રવારે મીડિયા રિપોર્ટ પરથી આ માહિતી મળી છે.

યુ.એસ. ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, તેર્નેટ શહેરના ઉત્તર પશ્ચિમમાં 139 કિલોમીટર ( 86 માઇલ) વિસ્તારમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. અગાઉ, યુ.એસ. ભૂસ્તરશાસ્ત્રીય સર્વે એજન્સીએ ભૂકંપની તીવ્રતા 7.4 માપી હતી.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને ઘણા લોકો સલામત સ્થળોએ સ્થળાંતર થયા હતા. સુલાવેસી આઇલેન્ડ પર પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ભારતના નિકોબાર આઇલેન્ડ પર ગુરુવારે 12.01 મિનિટ મોડા પર અનુભવાયા હતા. ભારતીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 માપાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.