Jamnagar News/ જામનગર ગ્રામ્ય તાલુકામાં ભારે વરસાદના કારણે ફસાયેલા 32 લોકોનું આર્મીની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

પાણીના પ્રવાહના લીધે આમરા તથા શાપર ગામે ખેતરના સીમ વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા.

Top Stories Gujarat

Jamnagar News :  જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે સસોઈ ડેમના પાણીના પ્રવાહના લીધે આમરા તથા શાપર ગામે ખેતરના સીમ વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા.

આ મેસેજ મળતા આમરા તથા શાપર ગામના સરપંચ તથા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ માટે પ્રયત્ન કરેલ. જે સફળ ન થતા તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલ રૂમને મદદ માટે જાણ કરતા જિલ્લા કક્ષાએથી કલેક્ટરશ્રી બી. કે. પંડયા દ્વારા તાત્કાલિક armyની ટીમ મોકલતા કાલે સાંજથી army ટીમ મારફતે પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય શ્રી બી.એ.કાલરીયાના માર્ગદર્શન તળે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું.  આમરા તથા શાપર ગામના કુલ 44 લોકો ફસાયેલ હતાં જેમાં કાલે ૧ પુરુષ, ૩ સ્ત્રી, ૮ બાળકો મળી કુલ ૧૨ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.ત્યારબાદ આજે બાકી રહેલ 32 લોકોનું રેસ્ક્યું સફળાપૂર્વક પૂર્ણ થયેલ છે.

આ રેસ્કયુ ઓપરેશનમાં આર્મીની ટીમ,જિલ્લા વહીવટી તંત્ર સાથે તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ જામનગર ગ્રામ્યના અધિકારીશ્રીઓ, પોલીસ તથા સ્થાનિક માછીમારોની સહિતનાઓએ સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશનની સરાહનીય કામગીરીમાં સહયોગ આપી લોકોની મહામુલી જિંદગી બચાવવામાં મદદરૂપ થતાં સમગ્ર પરિવારે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં જણાવવાનું કે,જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે ઉડ -૧ ડેમના પાણીના પ્રવાહના લીધે જોડિયા ગામે ખેતરના સીમ વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા. હાલ ઉપરવાસમાં પડેલ વરસાદ ઓછો થયો હોય તથા પાણીનો પ્રવાહ ઓછો થતા તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલ રૂમને મદદ માટે જાણ કરતા જિલ્લા કક્ષાએથી કલેક્ટરશ્રી બી. કે. પંડયા દ્વારા તાત્કાલિક armyની ટીમ મોકલતા આજે સવારથી હાલ આ રેસ્કયુ ઓપરેશનમાં આર્મીની ટીમ દ્વારા ચાલુ હોય જેથી જોડિયા તાલુકાના બાકી રહેલ ૮ લોકોને સફળતાપૂર્વક પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આર્મીની ટીમની વડોદરામાં યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી

આ પણ વાંચો:વડોદરામાં વરસાદ બાદ મગરોનો ત્રાસ, ત્રણ કલાકની જહેમત બાદ 10 ફૂટ મગરનું કરાયું રેસ્ક્યું

આ પણ વાંચો:કચ્છમાં વરસાદે સર્જી તારાજી, સલાયાના દરિયામાં તણાયું જહાજ