Ahmedabad News : અમદાવાદમાં નવા બનતા બ્રિજ મુદ્દે ઈમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા છે. જેને પગલે નવા બ્રિજ બનાવવા મુદ્દે જગદીશ વિશ્વકર્માએ સ્પષ્ટતા કરી હતી. અમદાવાદના APMCથી સરખેજ સર્કલ વચ્ચે બ્રિજ બનવાનો છે. આ નવો બ્રિજ અંદાજે રૂ. 1,239 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. નવા બ્રિજની ધીમી કામગીરી અંગે ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા છે.
બીજીતરફ ધીમી કામગીરી અંગે જગદીશ વિશ્વકર્માએ જવાબ આપ્યા હતા. 6 હજાર ચોમી દબાણના કારણે કામ વિલંબિત થયું હોવાનું વિશ્વકર્માએ જણાવ્યું હતું. 6 હજાર ચોમીમાં એક જ સમુદાયનું દબાણ હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું. દબાણો થતા કામની પ્રગતિ થતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું. વિશ્વકર્માના જવાબ સામે ખેડાવાલાએ નારાજગી દર્શાવી હતી.
આ પણ વાંચો: ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આશમાને, જાણો 10 તસવીરોમાં સંપૂર્ણ અપડેટ
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ