Sports: આઈસીસી T20 વર્લ્ડ કપ 2024ની 14મી મેચ જોરદાર રહી હતી. આ મેચ અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં રાશિદ ખાનની ટીમ અફઘાનિસ્તાને એકતરફી જીત મેળવી હતી. વર્લ્ડ કપમાં બીજો સૌથી મોટો અપસેટ સર્જાયો છે. અગાઉ અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને અપસેટ સર્જ્યો હતો, હવે અફઘાનિસ્તાને કિવી ટીમને હરાવીને જોરદાર આંચકો આપ્યો છે. અફઘાનિસ્તાન કીવી ટીમને હરાવવામાં સફળ થશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય, પરંતુ આ મેચમાં અફઘાનિસ્તાને 84 રને જીત મેળવી છે. ખાસ વાત એ છે કે આ મેચમાં અફઘાનિસ્તાને કિવી ટીમને માત્ર 75 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.
Afghanistan put on a clinic with bat and ball against New Zealand to continue their winning momentum 🙌#T20WorldCup | #NZvAFG | 📝 https://t.co/v8noS59c1q pic.twitter.com/du3txa6GL0
— ICC (@ICC) June 8, 2024
રહેમાનુલ્લા ગુરબાઝે શાનદાર ઇનિંગ રમી હતી
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને સ્કોર બોર્ડ પર 159 રન લગાવી દીધા. અફઘાનિસ્તાન માટે રહેમાનુલ્લા ગુરબાઝે માત્ર 56 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
આ સિવાય ઈબ્રાહિમ ઝદરાને પણ 44 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ રીતે અફઘાનિસ્તાને કિવી ટીમને જીતવા માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે કિવી ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરશે, કારણ કે ન્યૂઝીલેન્ડની બેટિંગમાં મહારથ છે. પરંતુ 160 રનનો પીછો કરવા આવેલી કિવી ટીમ માત્ર 75 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને 84 રનથી મેચ હારી ગઈ હતી.
Continuing his red-hot form at #T20WorldCup 2024 👌
Rahmanullah Gurbaz takes home the @aramco POTM award 🏅 pic.twitter.com/nXOjOasxAA
— ICC (@ICC) June 8, 2024
ન્યુઝીલેન્ડની ટીમ બેટિંગ કરવા ઉતરી અને પહેલા જ બોલ પર ફિન એલનની વિકેટ ગુમાવી દીધી. આ પછી પણ કિવી ટીમ એક પછી એક વિકેટો ગુમાવતી રહી. કેન વિલિયમસનની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડની આ હાર બહુ મોટી હાર છે. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 18 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય મેટ હેનરીએ 12 રન બનાવ્યા હતા. આ બે બેટ્સમેનોને બાદ કરતાં અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો ન હતો અને એક પછી એક પોતાની વિકેટ ગુમાવતો રહ્યો હતો. બે કીવી બેટ્સમેન શૂન્યના સ્કોર પર આઉટ થયા છે.
આ પણ વાંચો: બોયફ્રેન્ડથી પણ વધુ કમાણી કરે છે સ્મૃતિ મંધાના! આ કંપનીઓની છે બ્રાન્ડ એમ્બેસેડર
આ પણ વાંચો: T20 WCનો સૌથી મોટો અપસેટ, અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવી ઇતિહાસ રચ્યો
આ પણ વાંચો: ધોની કરતાં પણ વધુ કમાય છે આ ક્રિકેટર, વૈભવી જીવનમાં જીવતો ખેલાડી
