Pregnancy Intimate Health Tips: પ્રેગ્નન્સી (ગર્ભાવસ્થા) દરમિયાન શારીરિક સંબંધ અથવા સેક્સ માણવો જોઈએ કે નહીં, તે વર્ષો જૂનો અને મૂંઝવણભર્યો વિષય છે. ઘરમાં મોટા વડીલો કે માતા-નાની ઘણીવાર આ બાબતે કડક મનાઈ કરતા હોય છે, જ્યારે તબીબી વિજ્ઞાન અને સ્ત્રીરોગ નિષ્ણાતો (Gynecologists) તેને સંપૂર્ણપણે સુરક્ષિત માને છે. નિષ્ણાતોના મતે જો ગર્ભાવસ્થામાં કોઈ તબીબી જટિલતા (Complication) ન હોય, તો શારીરિક સંબંધ બાંધવામાં કોઈ નુકસાન નથી. એટલું જ નહીં, તે ગર્ભવતી મહિલાના મૂડને સારો રાખવા અને નોર્મલ ડિલિવરીની શક્યતાઓને વધારવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
શારીરિક સક્રિયતા છે ફાયદાકારક
સ્ત્રીરોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થાના આખા નવ મહિના દરમિયાન જે મહિલાઓ શારીરિક રીતે સક્રિય (Physically Active) રહે છે, તેમનામાં નોર્મલ ડિલિવરી થવાની શક્યતા ઘણી વધી જાય છે. જે મહિલાઓ બિલકુલ શારીરિક શ્રમ નથી કરતી, તેમનામાં સી-સેક્શન (સિઝેરિયન) ડિલિવરીની સંભાવના વધારે રહે છે. આ સંદર્ભમાં નિષ્ણાતો ઇન્ડિયન સ્ટાઇલની ટૉયલેટ સીટનો ઉપયોગ કરવાની પણ સલાહ આપે છે, કારણ કે તેમાં બેસતી વખતે મહિલાઓ કુદરતી રીતે સ્ક્વોટ્સ (Squats) પોઝિશનમાં આવે છે, જે પેલ્વિક સ્નાયુઓને સંકોચવા અને ફેલાવવામાં મદદ કરે છે. આ એક પ્રકારની કુદરતી કસરત છે જે ડિલિવરીને સરળ બનાવે છે.
શારીરિક સંબંધ કેવી રીતે નોર્મલ ડિલિવરીમાં મદદ કરે છે?
નિષ્ણાતોના મતે, ગર્ભાવસ્થા(Pregnancy) દરમિયાન અને ખાસ કરીને નવમો મહિનો શરૂ થયા પછી શારીરિક સંબંધ બાંધવાથી વેજાયનલ (યોનિમાર્ગના) સ્નાયુઓ મજબૂત બને છે. પુરુષોના સીમેન (શુક્રાણુ) માં ‘પ્રોસ્ટાગ્લેન્ડિન’ (Prostaglandin) નામનું તત્વ હોય છે, જે ગર્ભાશયના મુખને (Cervix) નરમ અને લવચીક બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે, જેથી પ્રસૂતિની પ્રક્રિયા સરળ બને છે. જો કોઈ મહિલાને શરૂઆતના મહિનાઓમાં ડર લાગતો હોય, તો તેઓ નવમો મહિનો બેઠા પછી સંબંધ બાંધવાનું શરૂ કરી શકે છે.
વૈજ્ઞાનિક સંશોધનો શું કહે છે?
આ વિષય પર એપ્રિલ 2023 માં એક વૈજ્ઞાનિક સંશોધન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક (Third Trimester) ગાળામાં શારીરિક સંબંધ રાખતી મહિલાઓમાં પ્રસૂતિ સરળ રહી હોવાનું જોવા મળ્યું હતું. જો કે, સંશોધકોનું માનવું છે કે આનું કારણ માત્ર સીમેન જ નહીં, પરંતુ સેક્સ દરમિયાન ગર્ભાશયના (Pregnancy) નીચેના ભાગમાં થતું સંકોચન પણ હોઈ શકે છે. આ ઉપરાંત, ઓર્ગેઝમ (ચરમસીમા) દરમિયાન શરીરમાંથી ‘ઓક્સિટોસિન’ (Oxytocin) નામનો હોર્મોન મુક્ત થાય છે, જે કુદરતી રીતે દુખાવો ઓછો કરે છે અને ‘ફીલ ગુડ’ કરાવે છે. નિષ્ણાતો નિપ્પલ સ્ટિમ્યુલેશનને પણ આ માટે એક અસરકારક ઉપાય માને છે.
નિષ્ણાતોની Pregnancy માટે અંતિમ સલાહ
ભલે આ બાબતે વૈજ્ઞાનિક આંકડા મર્યાદિત હોય, પરંતુ વર્ષોના અનુભવી સ્ત્રીરોગ નિષ્ણાતો આ વાત સાથે સંપૂર્ણ સહમત છે કે પ્રેગ્નન્સીના(Pregnancy) છેલ્લા મહિનાઓમાં સેક્સ કરવાથી નોર્મલ ડિલિવરીની પ્રક્રિયા ખૂબ જ સરળ બને છે. તે ગર્ભાશયના સ્નાયુઓને લવચીક બનાવે છે અને પાર્ટનર્સ વચ્ચેના સંબંધને પણ મજબૂત રાખે છે. તેથી ગભરાયા વિના, તમારા અંગત ડૉક્ટરની સલાહ લો અને ગર્ભાવસ્થાના(Pregnancy) આ સમયગાળાને તણાવમુક્ત બનીને માણો.




