મંતવ્ય ન્યૂઝ સમાચોરોની સાથે સાથે સામજીક સેવાના કાર્યોમાં પણ સતત અગ્રેસર જોવા મળે છે ફરી એક વાર સેવાના હેતુથી અને આ વનારી પેઢીને એક સુંદર જીવન મળી રહે તે દિશામાં નિશ્વાર્થ ભાવે એક બિડું ઝડપવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ રાજ્યભરમાં 75 લાખ વૃક્ષ વાવવાના લક્ષ્ય સાથે આગલ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ટીમ દ્વારા રાત દિવસ અથાગ મહેનત કરવામાં આવી રહી છે.સમગ્ર મંતવ્ય પરિવાર આ અવસરને પાર પાડવામાં એક જૂટ થઈ કામે લાગ્યો છે.
ધીમે ધીમે લક્ષ્ય તરફ આગળ વધી રહેલી આ મૂહિમમાં લોકોનો, વિવિધ સંસ્થાઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીના વરદ હસ્તે આ મહા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જે ધીમે ધીમે રાજ્યભરના જિલ્લાઓ તરફ આગલ વધી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા ગુજરાતના 33 જિલ્લાઓમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે. અત્યાર સુધીમાં 4 જિલ્લાઓમાં સફળતા પુર્વક કાર્યક્રમો પરિપૂર્ણ થયા છે.

અડગ મને પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહેલી મંતવ્યની ટીમ તાપીના સોનગઢ ખાતે આવી પહોંચી હતી. જ્યાં મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ભાજપા સંગઠન પ્રમુખ અશોક પાઠક,સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ,પાલિકા ચેરમેન નિખિલ શેઠ,સોનગઢ મામલદાર એસ.ડી.બરાડ, પાલિકા પૂર્વ પ્રમુખ ટપુ ભરવાડ,એ.પી.એમ.સી. ચેરમેન દામજી ગામીત, સોનગઢ તાલુકા વિકાશ અધિકારી વ્રજ પટેલ ,તાપી પ્રાયોજના વહીવટદાર અધિકારી રામનિવાસ બુગાલીયા, સોનગઢ પી.આઈ એન.એસ. ચૌહાણ,શાળાના પ્રમુખ જીગ્નેશ ડોનવાળા,સંગઠન પ્રમુખ અશોક પાઠક, પર્યાવરણ પ્રેમીઓ સહિત શહેરીજનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી કુંવરજી હળપતિ દ્વારા મંતવ્યની આ મુહિમને બિરદાવી હતી.સમાચોરોની સાથે સાથે સેવાકિય પ્રવૃત્તિને જોતા મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. કુંવરજીએ જણાવ્યું કે આજરોજ સોનગઢ ખાતે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાના સુંદર અભિયાન શરૂ કર્યું છે. આ ઉમદા કાર્ય માટે હું મંતવ્ય ન્યૂઝ ચેનલને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.
મંતવ્યના ચેનલ હેડ લોકેશ કુમાર દ્વારા કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોને મહા અભિયાન અને મંતવ્યની કામગીરીની એક ટુંકી માહિતી આપવામાં આવી હતી.સાથે જ વૃક્ષારોપણની આ ઉમદાકામગીરીમાં દરેકને જોડાવા સાથે અન્યને પણ જોડવા માટે અનુરોધ કર્યો હતો.એ જણાવતા હર્ષની લાગણી અનુભવાઈ રહી છે કે રાજ્યના 4 જિલ્લાઓમાં મહા અભિયાનનું મહાકાર્ય પરિપૂર્ણ થઈ ગયું છે અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
સોનગઢ ખાતે બહોળા પ્રમાણમાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.આ પ્રસંગે લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે અમારા આંગણે અથવા આસપાસ ઓછામાં ઓછુ એક વૃક્ષ તો જરૂરથી વાવીશું. તો સહુકોઈને મંતવ્યના આ મહા અભિયાનમાં જોડાવા આહવાન છે.. ચાલો સાથે મળી વૃક્ષ વાવીએ પર્યાવરણનું જતન કરીએ.

આ પણ વાંચો:અમદાવાદનો વેપારી ભરૂચમાં લૂંટાયો,200 તોલા સોનાની સનસનાટીભરી લૂંટ
આ પણ વાંચો:GIDCમાંથી મળી આવ્યું યુરિયા ખાતર,કંપનીની બે ડિરેકટરો સામે ફરિયાદ
આ પણ વાંચો:ઐતિહાસિક ત્રણ વાનરની પેન્ટિંગમાં જોવા મળ્યા “ચાર વાનર”, જાણો શું કહેવા માંગે છે ચોથો
આ પણ વાંચો:ઓલપાડની અલગ અલગ ખેડૂત મંડળીઓમાં ડાંગરની 9.73 લાખ ગુણીની આવક, પાક 100 કરોડને પાર થાય તેવો આશાવાદ
