સુરત/ ઓલપાડની અલગ અલગ ખેડૂત મંડળીઓમાં ડાંગરની 9.73 લાખ ગુણીની આવક, પાક 100 કરોડને પાર થાય તેવો આશાવાદ

ડાંગરનો પાક વર્ષમાં બે વખત લેવામાં આવતો હોય છે. જેમાં ઉનાળુ અને ચોમાસામાં ડાંગરનું પાક લેવાય છે. ત્યારે ઉનાળુ ડાંગરની સારી ઉપજ હવે ખેડૂતોને મળશે તેથી ખેડૂતોએ ચોમાસું ડાંગરની પણ તૈયારી શરૂ કરી છે. 

Gujarat Surat Trending
Untitled 135 ઓલપાડની અલગ અલગ ખેડૂત મંડળીઓમાં ડાંગરની 9.73 લાખ ગુણીની આવક, પાક 100 કરોડને પાર થાય તેવો આશાવાદ

@અમિત રૂપાપરા 

સુરતના ઓલપાડના ખેડૂતો ડાંગરના પાકના કારણે ખૂબ ખુશી અનુભવી રહ્યા છે. કારણ કે સુરત જિલ્લાના ઓડપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરના પાકને અનુકૂળ વાતાવરણ અને સમયસર પાણી મળી રહ્યું હોવાના કારણે ખેડૂતોએ આ વર્ષે ડાંગરનો મતલબ પાક લીધો છે. ડાંગરનું સારું ઉત્પાદન થવાના કારણે અને આ વર્ષે પાકને કોઈપણ પ્રકારનું નુકસાન ન થવાથી ડાંગરનું ઉત્પાદન સારું થયું હોવાથી ખેડૂતો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

Untitled 135 1 ઓલપાડની અલગ અલગ ખેડૂત મંડળીઓમાં ડાંગરની 9.73 લાખ ગુણીની આવક, પાક 100 કરોડને પાર થાય તેવો આશાવાદ

મહત્વની વાત છે કે, સુરત જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ડાંગર અને શેરડી આ બે પાક વધારે પ્રમાણમાં લેતા હોય છે. ડાંગરનો પાક વર્ષમાં બે વખત લેવામાં આવતો હોય છે. જેમાં ઉનાળુ અને ચોમાસામાં ડાંગરનું પાક લેવાય છે. ત્યારે ઉનાળુ ડાંગરની સારી ઉપજ હવે ખેડૂતોને મળશે તેથી ખેડૂતોએ ચોમાસું ડાંગરની પણ તૈયારી શરૂ કરી છે.

ખેડૂતોને ડાંગરનું સારું ઉત્પાદન મળ્યું છે તેને લઈને ખેડૂતો અગ્રણી જયેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ડાંગરનું ઉત્પાદન સૌથી વધુ ઓલપાડ તાલુકામાં થયું છે અને આ ડાંગરનો ઉતારો આવ્યા બાદ તેને જહાંગીરપુરા સ્થિત મંડળીઓમાં તેમજ ઓલપાડ સાયણની મંડળીઓમાં ખેડૂતો વેચાણ કરે છે. મહત્વની વાત છે કે આ વર્ષે ઉનાળો ડાંગરનો મતલબ પાક લેવાયો હોવાના કારણે ઓલપાડની પુરુષોત્તમ ફાર્મિંગ જીનીંગ મિલમાં અને અન્ય મંડળીઓમાં અંદાજિત 9.73 લાખ ડાંગરની ગુણોનો ઉતારો આવ્યો છે.

Untitled 135 2 ઓલપાડની અલગ અલગ ખેડૂત મંડળીઓમાં ડાંગરની 9.73 લાખ ગુણીની આવક, પાક 100 કરોડને પાર થાય તેવો આશાવાદ

કઈ મંડળીમાં કેટલી ડાંગરની ગુણોનો ઉતારો આવ્યો છે તેની વાત કરવામાં આવે તો ઓલપાડની પુરુષોત્તમ ફાર્મસમાં 3.47 લાખ ડાંગરની ગુણો, જહાંગીરપુરાની પુરુષોત્તમ ફાર્મસમાં 1.97 લાખ ડાંગરની ગુણો, દાળિયા મંડળીમાં 2.52 લાખ ડાંગરની ગુણો, પાલ કોટન મંડળીમાં 1.50 લાખ ડાંગરની ગુણો અને સાયણ મંડળીમાં 27,000 ડાંગરની ગુણોની આવક થઈ છે. આમ કુલ મળીને 9,73,000 ડાંગરની ગુણોની આવક થઈ છે. જોકે ડાંગરના પાકને સમયસર પાણી અને અનુકૂળ હવામાન મળ્યો હોવાના કારણે એક વીઘામાં 110થી 115 મણ ડાંગરનો ઉતારો આવ્યો છે અને તેને લઈને ખેડૂતોમાં પણ ખુશી છે.

બીજી મહત્વની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે પણ ચોખાના નિકાસની છૂટ આપતા ખેડૂતોને 400થી વધુ ભાવ મળવાની શક્યતા છે. જોકે આ વર્ષે ડાંગરના પાકનો ઉતારો ખૂબ સારો આવ્યો છે. ત્યારે પાલ કોટન મંડળીના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે સરકારે ચોખાની નિકાસમાં છૂટ આપી છે અને આ વર્ષે ડાંગરનો ઉતારો સારો આવ્યો છે. તેમાં સારા ક્વોલિટીના ચોખા તૈયાર થશે અને આ નિકાસની છૂટ આપતા ખેડૂતોને આ વર્ષે 20 કિલો ડાંગરના 400થી વધુ રૂપિયા મળવાની શક્યતા છે. મહત્વની વાત છે કે ઉનાળો ડાંગરમાં ખૂબ સારા ઉત્પાદનને લઈને ઓલપાડ તાલુકા માંથી જ 100 કરોડ કરતાં વધારે ના ડાંગરનું ઉત્પાદન થયું હોવાનું આશાવાદ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આદિવાસી સમાજના આગેવાની ફાંસીની માગ

આ પણ વાંચો:ખૂંટિયાએ વૃદ્ધને લીધા અડફેટે, CCTVમાં જુઓ દિલ ધડક દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં ટ્યુશન ક્લાસથી ઘરે જતી 8 વર્ષની વિદ્યાર્થીની સાથે રિક્ષા ચાલાકે કર્યા અડપલાં, પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:બિપોરજોયના વરસાદે ચીભડામાં 8 હેકટર થી વધુ માં ઉગાડેલો કપાસનો પાક પાણીમાં ગરકાવ, ખેડુતોના કપાસનો પાક