Not Set/ મહારાષ્ટ્રનાં હથનૂર ડેમમાંથી પાણી છોડતા, ઉકાઈ ડેમની સપાટીમાં 6 ફૂટનો વધારો

દેશભરમાં ભારે વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ મેઘો મન મુકી વરસી રહ્યો હોય, તમામ વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું છે. ત્યારે મહારાષ્ટ્રમાં આવેલા ડેમોમાં નવાનીર આવી ચૂકયા છે, હથુનૂર ડેમની જળસપાટી 209.740 મીટર નોંધાવામાં આવી છે. ત્યારે મહારાષ્ટ્રનો હથનૂર ડેમ મહત્તમ સપાટી વટાવી જતા સુરક્ષાના ભાગ રૂપે ડેમમાંથી પાણી છોડાતા, […]

Top Stories Gujarat Others
ukai dam.PNG1 મહારાષ્ટ્રનાં હથનૂર ડેમમાંથી પાણી છોડતા, ઉકાઈ ડેમની સપાટીમાં 6 ફૂટનો વધારો

દેશભરમાં ભારે વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ મેઘો મન મુકી વરસી રહ્યો હોય, તમામ વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું છે. ત્યારે મહારાષ્ટ્રમાં આવેલા ડેમોમાં નવાનીર આવી ચૂકયા છે, હથુનૂર ડેમની જળસપાટી 209.740 મીટર નોંધાવામાં આવી છે. ત્યારે મહારાષ્ટ્રનો હથનૂર ડેમ મહત્તમ સપાટી વટાવી જતા સુરક્ષાના ભાગ રૂપે ડેમમાંથી પાણી છોડાતા, ગુજરાતમાં આવેલા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે.

ઉકાઈ ડેમની સપાટીમાં 6 ફૂટનો વધારો નોંધાયો છે.  ડેમની જળ સપાટી હાલ 284.25 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમમાં ઈન ફ્લો 53,570 ક્યુસેક છે, તો આઉટફ્લો 600 ક્યુસેક છે. જળાશયોમાં પાણીની સપાટી વધતા તાપી અને પુર્ણા નદી કિનારેના ગામોને એલર્ટ કરાયા છે.

ukai dam મહારાષ્ટ્રનાં હથનૂર ડેમમાંથી પાણી છોડતા, ઉકાઈ ડેમની સપાટીમાં 6 ફૂટનો વધારો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.