ગીર-સોમનાથ
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેધતાંડવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને ભાવનગર જિલ્લામાં મેઘતાંડવથી ભારે ખાનાખરાબા જેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌરાષ્ટ્રના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અતિભારે વરસાદના કારણે સ્થિતિ બેકાબુ બની જવા પામી છે. અનેક રાજમાર્ગો બંધ થઈ ગયા છે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક ગામો સંપર્કવિહોણા પણ બની ગયા છે.
જુનાગઢમાં માણાવદરમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે 6 કલાકમાં 11 ઇંચ વરસાદ થતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોરબંદર સમગ્ર જિલ્લામાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે.
ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તેમજ જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. જામનગર જિલ્લામાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જામનગર નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી છે.