Not Set/ મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 43,183 નવા કેસ, 249 લોકોના મોત

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,646 નવા કેસ નોંધાયા છે. જ્યારે 5,031 લોકોને રજા આપવામાં આવી છે અને 18 લોકોનાં મોત નીપજ્યાં છે.

Top Stories India
2020 7largeimg 1871691253 મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 43,183 નવા કેસ, 249 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોના દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 43,183 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 32,641 લોકોને રજા આપવામાં આવી છે અને 249 લોકોના મોત થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 28 લાખ 56 હજાર 163 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 24 લાખ 33 હજાર 368 રિકવર થયા છે. 3,66,533 સક્રિય દર્દીઓ છે. જ્યારે અત્યાર સુધીમાં 54,898 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. મુંબઇમાં 8646 નવા કેસ

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,646 નવા કેસ નોંધાયા છે. જ્યારે 5,031 લોકોને રજા આપવામાં આવી છે અને 18 લોકોનાં મોત નીપજ્યાં છે. તો અત્યાર સુધીમાં મુંબઇમાં કોરોનાના કુલ 4,23,360 કેસ નોંધાયા છે. તો બીજી તરફ કુલ 3,55,691 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઇમાં કોરોનાના 55,00૦૦ સક્રિય કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 11,704 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ વર્ષમાં પહેલી વાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં કોવિડના કેસ બહાર આવ્યા છે, સાથે જ છેલ્લા  24 કલાકમાં 249 લોકોના મોત પણ નિપજ્યાં છે, આમ સંક્રમણની સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. બીજી તરફ આજથી 45 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને વેક્સીન લગાવવાનું શરુ થઇ ગયું છે. અત્યાર સુધી કુલ 6,51,17,896 લોકોને કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે.