Not Set/ ઈરાનનાં સર્વોચ્ચ નેતાનો સંકલ્પ, કાસિમ સુલેમાનીની મોતનો લેવામાં આવશે બદલો

યુ.એસ.નાં બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનનાં ટોચનાં જનરલ કાસિમ સુલેમાનીનું અવસાન થયું છે. સુલેમાનીનાં મૃત્યુ બાદ, ઈરાન દ્વારા અમેરિકાને કહેવામાં આવ્યું છે કે, તેઓ હવે આના ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. ઈરાનનાં સુપ્રીમ લીડર અયતુલ્લાહ અલી ખેમનેઈએ યુએસને ચેતવણી આપી છે. સુલેમાની ઈરાનની કુડ્સ સૈન્યનો ટોચનો કમાન્ડર હતો. બગદાદ આંતરરાષ્ટ્રીય […]

Top Stories World
Khamnei ઈરાનનાં સર્વોચ્ચ નેતાનો સંકલ્પ, કાસિમ સુલેમાનીની મોતનો લેવામાં આવશે બદલો

યુ.એસ.નાં બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનનાં ટોચનાં જનરલ કાસિમ સુલેમાનીનું અવસાન થયું છે. સુલેમાનીનાં મૃત્યુ બાદ, ઈરાન દ્વારા અમેરિકાને કહેવામાં આવ્યું છે કે, તેઓ હવે આના ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. ઈરાનનાં સુપ્રીમ લીડર અયતુલ્લાહ અલી ખેમનેઈએ યુએસને ચેતવણી આપી છે. સુલેમાની ઈરાનની કુડ્સ સૈન્યનો ટોચનો કમાન્ડર હતો. બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હવાઈ હુમલાની સૂચનાઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી. આ હુમલાઓ પછી, ટ્રમ્પે તેના ટ્વિટર હેન્ડલ પર યુએસ ધ્વજ પોસ્ટ કર્યો હતો.

US-airstrike

સુપ્રીમ નેતા ખેમનેઇએ અમેરિકાને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે, “જે ગુનેગારોનાં દુર્ગંધવાળા હાથમાં લોહી હોય છે તેમને મોટો બદલો જોવા મળશે.” તેમણે વધુમાં કહ્યું કે, ‘અલ્લાહ ઇચ્છે છે કે તેમનુ કામ અને તેમનો માર્ગ ક્યારેય બંધ ન થાય’. ઈરાનનાં રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા પણ પુષ્ટિ મળી હતી કે યુએસનાં હુમલામાં કુડ્સ ફોર્સનો કમાન્ડર માર્યો ગયો હતો.

Image result for khamenei

ઈરાનનાં વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ જારીફે યુએસનાં આ પગલાંને ‘મૂર્ખ’ ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ પગલા બાદ ખતરનાક રીતે તણાવ વધી શકે છે. ઈરાનનાં ટેલિવિઝન પર બનેલી ઘટના બાદ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રિવોલ્યુશનરી ગાર્ડ્સ ઘોષણા કરે છે કે ઇસ્લામનાં મહાન કમાન્ડર કાસિમ સુલેમાની, આજે સવારે બગદાદ પર અમેરિકી હુમલામાં શહીદ થયા છે. ચેનલ વતી કહેવામાં આવ્યુ છે કે, હુમલો હેલિકોપ્ટરની મદદથી કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.