Not Set/ LPG નીતિના પ્રણેતા ગણાતા મનમોહનસિંહનો આજે છે જન્મ દિવસ, આ કામોને લઈને થઇ હતી દુનિયાભરમાં પ્રશંશા

મનમોહનસિંહનો આજ 86 મો જન્મ દિવસ છે અને તેઓને ઉદારવાદી અર્થવ્યવસ્થાનાં પ્રણેતા માનવામાં આવે છે. તેઓ 2004 થી 2014 સુધી ભારતનાં પ્રધાનમંત્રી હતા. મનમોહને એલપીજી(લીબ્રલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઈઝેશન) ની શરૂઆત 1991 માં કરી હતી. તેઓ એ સમયે ભારતનાં નાણા મંત્રી હતા. એમણે મનરેગા યોજનાની શરુઆત કરી હતી જે એક મોટો નિર્ણય હતો જેનાં કારણે ઘણાં ગરીબ […]

Top Stories India Politics
ManmohanSingh 1 LPG નીતિના પ્રણેતા ગણાતા મનમોહનસિંહનો આજે છે જન્મ દિવસ, આ કામોને લઈને થઇ હતી દુનિયાભરમાં પ્રશંશા

મનમોહનસિંહનો આજ 86 મો જન્મ દિવસ છે અને તેઓને ઉદારવાદી અર્થવ્યવસ્થાનાં પ્રણેતા માનવામાં આવે છે. તેઓ 2004 થી 2014 સુધી ભારતનાં પ્રધાનમંત્રી હતા.

મનમોહને એલપીજી(લીબ્રલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઈઝેશન) ની શરૂઆત 1991 માં કરી હતી. તેઓ એ સમયે ભારતનાં નાણા મંત્રી હતા. એમણે મનરેગા યોજનાની શરુઆત કરી હતી જે એક મોટો નિર્ણય હતો જેનાં કારણે ઘણાં ગરીબ લોકોને રોજગાર મળ્યો હતો.

આ ઉપરાંત એમણે આર્થિક સુધારા માટે કરેલાં કામોની પ્રશંશા દુનિયાભરમાં થઇ હતી. રોજગાર ગેરેંટી યોજના, આધાર કાર્ડ યોજના, ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ન્યુક્લીયર ડીલ, શિક્ષાનો અધિકાર વગેરેનો શ્રેય એમને જ જાય છે.

તેઓ 1971 માં વાણીજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે ભારત સરકારમાં જોડાયા હતા. તેઓ નાણા મંત્રાલયમાં સચિવ, યોજના આયોગનાં ઉપાધ્યક્ષ, રીઝર્વ બેંકના ગવર્નર તરીકે ફરજ નિભાવી ચુક્યા છે.

તેઓને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એમને બીજા ઘણાં એવોર્ડ પણ મળેલાં છે.

એમનાં જન્મદિવસ પર ઘણાં બધા નેતાઓએ એમને જન્મદિવસની શુભેચ્છા આપી છે.