ગરબાનો તાલ/ નવરાત્રીમાં સુંદર દેખાવા યુવતીઓમાં ઉત્સાહ, બ્યુટીપાર્લરોમાં લાગી લાઈનો

નવ દિવસ ગરબા રમતા સમયે ખેલૈયાઓનો ચહેરો કઈ રીતે સુંદર રહે સાથો સાથ હેર કલર તેમજ હેર સ્ટાઈલ કઈ રાખવી તેના માટે રાજકોટના પાર્લરોમાં લાઈનો લાગી છે

Top Stories Rajkot Gujarat Navratri celebration
ी1 નવરાત્રીમાં સુંદર દેખાવા યુવતીઓમાં ઉત્સાહ, બ્યુટીપાર્લરોમાં લાગી લાઈનો

ગુજરાતમાં નવરાત્રીનો અનેરો જ થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે યુવતીઓ નવરાત્રીમાં સુંદર દેખાવા માટે પાર્લર તરફ દોટ મુકી છે. મહત્મવનું છે કે સુંદર દેખાવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે યુવતીઓ સોળે શણગાર સજીને ગરબાને તાલ આપવા તૈયાર છે.

  • નવરાત્રીને પગલે યુવતીઓમાં ઉત્સાહ
  • સુંદર દેખાવા શરૂ કરી તૈયારીઓ
  • વિવિધ સલૂનમાં યુવતીઓની ભીડ
  • નમણી નારને સોનાવર્ણી બનાવતા બ્યુટી પાર્લર
  • સુંદર દેખાવા પાર્લરોમાં લાગી લાઈનો

નવરાત્રીને પગલે સમગ્ર ગુજરાતમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. યુવક અને યુવતીઓમાં અનેરો જ ઉત્સાહ છે. અને જો નવરાત્રી આવે તો પાર્લરો સુના કેમ રહી જાય. જી હા નવરાત્રી આવવાની સાથે જ પાર્લરોમાં ભીડ જોવા મળી રહી છે. અવનવી હેરસ્ટાઈલ, મેકઅપ, હેરકલર, ફેસિયલ તેમજ હેર ટ્રીટમેન્ટ માટે રાજકોટના દરેક પાર્લરોમાં ભીડ જોવા મળી રહ્યી છે. નવ દિવસ ગરબા રમતા સમયે ખેલૈયાઓનો ચહેરો કઈ રીતે સુંદર રહે સાથો સાથ હેર કલર તેમજ હેર સ્ટાઈલ કઈ રાખવી તેના માટે રાજકોટના પાર્લરોમાં લાઈનો લાગી છે.

p5 1 1 નવરાત્રીમાં સુંદર દેખાવા યુવતીઓમાં ઉત્સાહ, બ્યુટીપાર્લરોમાં લાગી લાઈનો

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોવીડને કારણે લોકો ગરબે નોહતા ઝૂમી શક્યા. ત્યારે આ વર્ષે કોરોના હળવો થતા રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ફરી એક વાર ઠેર ઠેર નાના મોટા આયોજનો થઇ રહ્યા છે. આજના આ કોમ્પીટીશન વાળા સમયમાં દરેક ખેલૈયાઓને બીજા કરતા અલગ તેમજ હટકે દેખાવવાનો ક્રેઝ વધી રહ્યો છે હવે જે લોકો બીજા કરતા કઈક અલગ દેખાવવા માંગે છે તેના માટે અનેક વિકલ્પો પાર્લરોમાં પાસે ઉપલબ્ધ છે.

આમ દરેક વર્ષની નવરાત્રી ખેલૈયાઓ માટે અલગ ટ્રેન્ડ લઇને આવે છે અને આ ટ્રેન્ડને અનુરૂપ ખેલૈયાઓ પણ મન મૂકીને પૈસોનો ખર્ચ કરીને સુંદર દેખાવવા માટે પ્રયાસો કરે છે તો તમે પણ તૈયાર છો ને? સ્ટાઇલીશ હેરસ્ટાઈલ,સુંદર મેકઅપ સાથે ગરબે ઝૂમવા માટે??